Reddit Premium અને વર્ચ્યુઅલ ગુડ્સ કરાર

Reddit આર્થિક શરતો

24 સપ્ટેમ્બર, 2024 થી અમલી. છેલ્લે સુધારેલ 24 સપ્ટેમ્બર, 2024

સ્વાગત છે! Reddit ની આર્થિક શરતો (આ “આર્થિક શરતો”) સેવાઓ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતી ચૂકવણીપાત્ર સેવાઓ અને Reddit ની વર્ચ્યુઅલ અર્થવ્યવસ્થાની અન્ય ફીચર્સનો તમે કેવી રીતે ઍક્સેસ મેળવી શકો, ખરીદી શકો અને તેનો ઉપયોગ કરી શકો છો તેનું નિયમન કરે છે. આ આર્થિક શરતો  Reddit યુઝર કરાર (આ “યુઝર કરાર”) ઉપરાંત લાગુ પડે છે, જેની સાથે તમે પહેલેથી જ સંમત થયા છો, અને તેમાં યુઝર કરારમાં વ્યાખ્યાયિત કરવામાં આવેલી કેટલીક શરતોનો સમાવેશ થાય છે.

ચૂકવણીપાત્ર સેવાઓનો ઍક્સેસ મેળવીને, ખરીદી કરીને અથવા અન્યથા તેનો ઉપયોગ કરીને—જેમાં Reddit Premium અથવા ડિજિટલ ગુડ્સનો પણ સમાવેશ થાય છે (જે દરેકની વ્યાખ્યા નીચે આપવામાં આવી છે) તમે આ આર્થિક શરતો દ્વારા બંધાયેલા રહેવા સંમત થાઓ છો. જો તમે આ આર્થિક શરતો સાથે સંમત ન હો, તો તમે ચૂકવણીપાત્ર સેવાઓનો ઍક્સેસ મેળવી શકશો નહીં, તેને ખરીદી શકશો નહીં અથવા તેનો ઉપયોગ કરી શકશો નહીં.

1. ચૂકવણીપાત્ર સેવાઓ અને ચુકવણી માહિતી

1.1 વિહંગાવલોકન

સેવાઓના ઘણા પાસાઓના ઉપયોગ માટે કોઈ ફી નથી, તેમ છતાં Reddit ચૂકવણીપાત્ર સેવાઓના સંબંધમાં ફી વસૂલે છે. આમાં આ આર્થિક શરતો અને (જો લાગુ પડતું હોય તો) અમારી પ્રિવ્યૂઝની શરતો હેઠળ સેવાઓ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતા કેટલાક સબ્સ્ક્રિપ્શન સભ્યપદો (“સબ્સ્ક્રિપ્શન્સ”) અને કેટલાક ડિજિટલ અવતાર્સ, ગુડ્સ, કરન્સીઝ અથવા આઇટમ્સ (જેને સામૂહિક રીતે,  “ડિજિટલ ગુડ્સ” કહેવાય છે) નો સમાવેશ થાય છે.

1.2 ચુકવણીની માહિતી

તમે ચૂકવણીપાત્ર સેવાઓ ખરીદવા માટે અમારી સેવાઓ દ્વારા તમારા ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા અન્ય ચુકવણી માહિતી (તમારી “ચુકવણીની માહિતી”) સબમિટ કરી શકો છો. Reddit અમુક ચુકવણી પદ્ધતિઓ સ્વીકારે છે, જે દેશ અથવા ચૂકવણીપાત્ર સેવાઓ અનુસાર અલગ હોઈ શકે છે. અમે તમારી ચુકવણી માહિતી પર પ્રક્રિયા કરવા માટે તૃતીય-પક્ષ ચુકવણી પ્રોસેસર્સ (ઉદાહરણ તરીકે, Apple, Google, Stripe, PayPal વગેરે) નો ઉપયોગ કરીએ છીએ (જેને અમારા “ચુકવણી ભાગીદારો” કહેવામાં આવે છે).

જો તમે તમારી ચુકવણી માહિતી સબમિટ કરો છો, તો તમે સંમત થાઓ છો કે:

  • તમારી ચુકવણી માહિતી સાચી અને સચોટ છે;

  • તમને તમારી ચુકવણી માહિતીનો ઉપયોગ કરવાની અધિકૃતતા છે;

  • તમે ચૂકવણીપાત્ર સેવાઓ માટે (લાગુ પડતા કોઈપણ કરવેરા, ફી અને ખર્ચ સહિત) ચુકવણીની નિયત તારીખ સુધીમાં ચુકવણી કરશો;

  • તમે અમને અને અમારા ચુકવણી ભાગીદારોને, ખરીદીની સંપૂર્ણ રકમ (લાગુ પડતા કોઈપણ કર, ફી અને ખર્ચ સહિત) ની ચુકવણી કરવાની હોય ત્યારે, તમારી ચુકવણી માહિતીનો ઉપયોગ કરીને ચૂકવણીપાત્ર સેવાઓ માટે તમારી પાસેથી ચાર્જ વસૂલવાની પરવાનગી આપો છો;

  • ચૂકવણીપાત્ર સેવાઓની તમારી ખરીદી પર પ્રક્રિયા કરવા માટે અમે તમારી ચુકવણી માહિતી અમારી ચુકવણી ભાગીદારો પાસે જાળવી રાખી અને તેમની સાથે શેર કરી શકીએ છીએ; અને

  • અમે તમારી ચુકવણી માહિતી (જેમાં અમારા ચુકવણી ભાગીદારો દ્વારા અમને પ્રદાન કરવામાં આવેલી તમારા અને તમારી ચુકવણી માહિતી સંબંધિત કોઈપણ માહિતીનો સમાવેશ થાય છે) જાળવી રાખી શકીએ છીએ અને તેનો ઉપયોગ રિન્યૂઅલ, વારંવાર વસૂલવામાં આવતા ચાર્જીસ અને તમારી ખરીદીને અસર કરતા ફેરફારો સંબંધિત નોટિસો અને ખુલાસાઓ પ્રદાન કરવા માટે કરી શકીએ છીએ.

જો તમે અમારા ચુકવણી ભાગીદારો દ્વારા કોઈપણ ચૂકવણીપાત્ર સેવાઓ ખરીદો છો, તો તે ખરીદી લાગુ પડતા ચુકવણી ભાગીદારોની કાનૂની શરતો અને ગોપનીયતા નીતિઓને પણ આધીન હોઈ શકે છે. અમારા ચુકવણી ભાગીદારો દ્વારા કરવામાં આવેલી ખરીદીઓ માટે, તમારો બિલિંગ સંબંધ સીધા લાગુ પડતા ચુકવણી ભાગીદાર સાથે રહેશે. ચૂકવણીપાત્ર સેવાઓ માટે વસૂલવામાં આવતી કોઈપણ ફી લાગુ પડતા ચુકવણી ભાગીદાર દ્વારા, તમે તે ચુકવણી ભાગીદારને પ્રદાન કરેલી ચુકવણી પદ્ધતિનો ઉપયોગ કરીને, બિલ કરવામાં આવશે.

1.3 ફીમાં ફેરફારો

Reddit સમયાંતરે ચૂકવણીપાત્ર સેવાઓ સાથે સંકળાયેલી ફી અથવા લાભોમાં ફેરફાર કરી શકે છે, જેમાં મહત્ત્વપૂર્ણ ફેરફારો અંગે વાજબી સમય અગાઉ સૂચના આપવામાં આવશે. જોકે, ચૂકવણીપાત્ર સેવાઓ સાથે સંકળાયેલી ફીમાં કરવામાં આવતા કામચલાઉ ઘટાડા સહિતની કામચલાઉ પ્રચારો માટે અગાઉથી કોઈ સૂચના આપવાની જરૂરી રહેશે નહીં.

1.4 તૃતીય-પક્ષ ચૂકવણીપાત્ર સેવાઓ

તમને સેવાઓ (“તૃતીય-પક્ષ ચૂકવણીપાત્ર સેવાઓ”) દ્વારા તૃતીય-પક્ષ વેચાણકર્તાઓ પાસેથી સબ્સ્ક્રિપ્શન્સ અથવા અન્ય ડિજિટલ ગુડ્સ ખરીદવાની મંજૂરી આપવામાં આવી શકે છે. વેચાણકર્તા વતી તમારી પાસેથી ચુકવણીઓ સ્વીકારતી વખતે, Reddit દરેક તૃતીય-પક્ષ ચૂકવણીપાત્ર સેવાના વેચાણકર્તા માટે ચુકવણી વસૂલાત એજન્ટ તરીકે કાર્ય કરે છે. જોકે, તૃતીય-પક્ષ ચૂકવણીપાત્ર સેવાઓના વેચાણકર્તાઓ લાગુ પડતી તૃતીય-પક્ષ ચૂકવણીપાત્ર સેવાઓનું વર્ણન કરવા અને તે પ્રદાન કરવા માટે જવાબદાર છે. Reddit તૃતીય-પક્ષ ચૂકવણીપાત્ર સેવાઓની ગુણવત્તાને નિયંત્રિત કરતું નથી અને તે સેવાઓ પ્રદાન કરતા વેચાણકર્તાની ઓળખ અથવા તેઓ દ્વારા કરવામાં આવતા કોઈપણ દાવાની માન્યતાની બાંયધરી આપી શકતું નથી.

1.5 ડિસ્કાઉન્ટ્સ અને ગિફ્ટ્સ

Reddit ચૂકવણીપાત્ર સેવાઓ પર ડિસ્કાઉન્ટ ઑફર કરી શકે છે અને દરેક ડિસ્કાઉન્ટની ચોક્કસ શરતો ડિસ્કાઉન્ટ ઑફર કરવામાં આવે ત્યારે જણાવવામાં આવશે. ઉદાહરણ તરીકે, જો તમે કોઈ એવી ટ્રાયલ અવધિની ઑફરમાં ભાગ લઈ રહ્યા હો, જે તમને કોઈ સબ્સ્ક્રિપ્શનનો કોઈ ચાર્જ વિના ઉપયોગ કરવા માટે સક્ષમ કરે છે, અને ટ્રાયલ અવધિ પૂર્ણ થયા પછી તે ટ્રાયલ અવધિ ચૂકવણીપાત્ર સબ્સ્ક્રિપ્શનમાં રૂપાંતરિત થાય છે, તો ચૂકવણીપાત્ર સબ્સ્ક્રિપ્શન માટેના ચાર્જ લાગુ થવાથી બચવા માટે તમારે ટ્રાયલ અવધિ સમાપ્ત થાય તે પહેલાં સબ્સ્ક્રિપ્શન રદ કરવું આવશ્યક છે.

Reddit યુઝર્સ સેવાઓ દ્વારા અન્ય Reddit યુઝર્સ માટે ચોક્કસ ડિજિટલ ગુડ્સ ખરીદી અને ગિફ્ટ આપી શકે છે. તમારી પાસેથી કોઈ ગિફ્ટની ઍક્સેસ મેળવવા અથવા તેનો ઉપયોગ કરવા માટે ફી વસૂલવામાં આવશે નહીં, પરંતુ અમુક ગિફ્ટ્સને રિડીમ કરવા અથવા તેનો ઉપયોગ કરવા માટે તમારે તમારી ચુકવણી માહિતી પ્રદાન કરવી જરૂરી હોઈ શકે છે.

1.6 રિફંડ નીતિ

સેવાઓ દ્વારા તમે ખરીદેલી ચૂકવણીપાત્ર સેવાઓની તમને તાત્કાલિક ઍક્સેસ અને ઉપયોગ મળશે. પરિણામે, કાયદા દ્વારા માન્ય મહત્તમ હદ સુધી, તમામ ખરીદીઓ અંતિમ છે અને તે માટે રિફંડ કે પરત કરવાની સુવિધા ઉપલબ્ધ નથી. આંશિક રીતે ઉપયોગમાં લેવાયેલા બિલિંગ સમયગાળા માટે રિફંડ અથવા ક્રેડિટ આપવાની અમારી કોઈ જવાબદારી નથી.

જો તમે EEA, યુનાઇટેડ કિંગડમ અથવા સ્વિટ્ઝર્લૅન્ડમાં રહો છો, તો તમને કોઈ કારણ આપ્યા વિના આ આર્થિક શરતોમાંથી 14 દિવસની અંદર પાછા ખેંચવાનો અધિકાર છે. પાછા ખેંચવાનો સમયગાળો આ આર્થિક શરતો પૂર્ણ થયાની તારીખથી 14 દિવસનો છે. તમારા પાછા ખેંચવાના અધિકારનો ઉપયોગ કરવા માટે, તમારે Reddit ને વિનંતી સબમિટ કરવી આવશ્યક છે.

જોકે, નોંધ લેવા વિનંતી કે જ્યારે તમે એવી ચૂકવણીપાત્ર સેવાઓ ખરીદો છો જેમાં નીચેનામાંથી કોઈ એકનો સમાવેશ થાય છે, ત્યારે ઉપાડનો તમારો અધિકાર સમાપ્ત થઈ જાય છે: (a) ડિજિટલ ગુડ્સનો ઉપયોગ કરવા માટેનું લાઇસન્સ; અથવા (b) સબ્સ્ક્રિપ્શન. આ ચૂકવણીપાત્ર સેવાઓ તમને ડિજિટલ ગુડ તમારા એકાઉન્ટમાં જમા થયા પછી અથવા સબ્સ્ક્રિપ્શન શરૂ થયા પછી પ્રદાન કરવામાં આવે છે, અને તમે આ ચૂકવણીપાત્ર સેવાઓ ખરીદ્યા પછી તરત જ આ રીતે તમને પ્રદાન કરવામાં આવે તેવી વિનંતી અને સંમતિ આપો છો.

1.7 કરવેરા અને ફી

જ્યારે જરૂરી હશે ત્યારે Reddit લાગુ પડતા કરવેરા અને ફી વસૂલશે, પરંતુ સેવાઓના તમારા ઉપયોગ અને ચૂકવણીપાત્ર સેવાઓની તમારી ઍક્સેસ, ખરીદી અને ઉપયોગ સાથે સંકળાયેલા તમામ લાગુ પડતા કરવેરા અને ફી, જેમાં ટ્રાન્ઝેક્શન કરવેરા, ડેટા પ્લાન ફી, ઇન્ટરનેટ ફી અને અન્ય સમાન ખર્ચનો સમાવેશ થાય છે, તેની ચુકવણી કરવાની જવાબદારી તમારી રહેશે.

2. સબ્સ્ક્રિપ્શન્સ

2.1 Reddit Premium

Reddit Premium એ એક સબ્સ્ક્રિપ્શન છે (“Premium”) જે તમને સેવાઓ પર વિશેષ લાભોઆપે છે. જ્યારે તમે Premium ખરીદો છો, ત્યારે તમે સ્પષ્ટપણે સંમત થાઓ છો કે તમે પુનરાવર્તિત ચુકવણીઓ માટે અધિકૃતતા આપી રહ્યા છો અને જ્યાં સુધી તમે અથવા Reddit દ્વારા સબ્સ્ક્રિપ્શન રદ કરવામાં ન આવે ત્યાં સુધી, તમે સંમત થયેલા પુનરાવર્તિત અંતરાલો (માસિક અથવા વાર્ષિક) પર ચુકવણીની માહિતી દ્વારા Reddit ને ચુકવણીઓ કરવામાં આવશે.

તમે તમારા એકાઉન્ટની યુઝર સેટિંગ્સ ઍક્સેસ કરીને અથવા તમારી મોબાઇલ ઍપ દ્વારા (તૃતીય-પક્ષ દ્વારા મેળવેલા Premium સબ્સ્ક્રિપ્શન્સ માટે) તમારા Premium સબ્સ્ક્રિપ્શન અને ચુકવણી માહિતીને મેનેજ કરી શકો છો. અમે તમારા સબ્સ્ક્રિપ્શનની શરૂઆતને અનુરૂપ દિવસે તમારી ચુકવણી માહિતી પર આપમેળે પ્રક્રિયા કરીએ છીએ. જો તમારું સબ્સ્ક્રિપ્શન એવા દિવસે શરૂ થાય છે જે આગામી મહિનામાં ન હોય, તો તે મહિનાના છેલ્લા દિવસે તમારી પાસેથી ચાર્જ વસૂલવામાં આવશે. મોબાઇલ રિન્યૂઅલની પ્રક્રિયાની તારીખો કોઈપણ વધારાની તૃતીય-પક્ષની શરતોને આધીન રહીને અલગ હોઈ શકે છે.

જો તમારી ચુકવણી માહિતી અસ્વીકારવામાં આવે, તો તમારે નવી ચુકવણી માહિતી પ્રદાન કરવી આવશ્યક છે, અન્યથા તમારું Premium સબ્સ્ક્રિપ્શન રદ કરવામાં આવશે. જો તમે નવી ચુકવણી માહિતી પ્રદાન કરો છો અને સફળતાપૂર્વક તમારી પાસેથી ચાર્જ વસૂલવામાં આવે છે, તો તમારો નવો સબ્સ્ક્રિપ્શન સમયગાળો સફળતાપૂર્વક ચાર્જ વસૂલવામાં આવ્યો તે તારીખ પર નહીં પરંતુ મૂળ રિન્યૂઅલ તારીખ પર આધારિત રહેશે.

અમે Premium ની કિંમતમાં ફેરફાર કરી શકીએ છીએ (ઑટો-રિન્યૂઅલના ભાગરૂપે કરવામાં આવતા ફેરફાર સહિત), પરંતુ કોઈપણ કિંમતમાં ફેરફાર અને તેની અમલમાં આવવાની તારીખ અંગે તમને અગાઉથી સૂચના આપીશું. કિંમતમાં ફેરફારની અમલમાં આવવાની તારીખ પછી Premium નો તમારો સતત ઉપયોગ અને તેની સાથે સંકળાયેલા લાભોની પ્રાપ્તિ, કાયદા દ્વારા પરવાનગી આપવામાં આવેલી મહત્તમ હદ સુધી, નવી કિંમત માટે તમારી સ્વીકૃતિ ગણાશે. તમે આગામી સબ્સ્ક્રિપ્શન સમયગાળો શરૂ થાય તેના ઓછામાં ઓછા 24 કલાક પહેલાં તમારું સબ્સ્ક્રિપ્શન રદ કરીને કિંમતમાં થયેલા ફેરફારને નકારી પણ શકો છો.

તમે Premium કોઈપણ સમયે રદ કરી શકો છો. તમારું સબ્સ્ક્રિપ્શન આપમેળે રિન્યૂ થાય છે (દર મહિને અથવા વર્ષે), સિવાય કે તમે તમારો સબ્સ્ક્રિપ્શન સમયગાળો સમાપ્ત થાય તે પહેલાં ઓછામાં ઓછા 24 કલાક અગાઉ તેને રદ કરો. જો તમે તમારું સબ્સ્ક્રિપ્શન રદ કરવા માંગતા હો, તો નીચે વર્ણવેલી સૂચનાઓનું પાલન કરીને અમને જાણ કરવી આવશ્યક છે; અન્યથા તમારું સબ્સ્ક્રિપ્શન આપમેળે રિન્યૂ થશે. જો તમે રદ નહીં કરો, તો તમે અમને તમારા સબ્સ્ક્રિપ્શનની રિન્યૂઅલ તારીખે રિન્યૂ થતા સબ્સ્ક્રિપ્શન માટે, જેમાં તે સમયે લાગુ પડતી સબ્સ્ક્રિપ્શન ફી અને સબ્સ્ક્રિપ્શન પર લાગુ પડતા કોઈપણ કરવેરાનો સમાવેશ થાય છે, તમારી ચુકવણી માહિતીનો ઉપયોગ કરીને તમારી પાસેથી ચાર્જ વસૂલવાની અધિકૃતતા આપો છો.

તમારું સબ્સ્ક્રિપ્શન રદ કરવા માટે, તમારા એકાઉન્ટની યુઝર સેટિંગ્સમાં આપેલી સૂચનાઓનું પાલન કરો. જો તમે તમારા Apple ID નો ઉપયોગ કરીને Premium ખરીદ્યું હોય, તો તમે તમારા ડિવાઇસની એકાઉન્ટ સેટિંગ્સ દ્વારા અથવા Apple ઍપ સ્ટોરના સબ્સ્ક્રિપ્શન્સ મેનેજ કરો વિભાગમાં જઈને તમારું સબ્સ્ક્રિપ્શન રદ કરી શકો છો. જો તમે Google પ્લે ઉપયોગ કરીને Premium ખરીદ્યું હોય, તો તમે Google પ્લેના સબ્સ્ક્રિપ્શન્સ વિભાગમાં જઈને તમારું સબ્સ્ક્રિપ્શન રદ કરી શકો છો.

તમે રદ કરો તે સમયથી લઈને તમારા વર્તમાન બિલિંગ સમયગાળાના અંત સુધી તમારું સબ્સ્ક્રિપ્શન સક્રિય રહેશે, અને તમારા વર્તમાન બિલિંગ સમયગાળામાં બાકી રહેલા કોઈપણ દિવસો માટે તમને રિફંડ અથવા ક્રેડિટ આપવામાં આવશે નહીં. તમે સ્વીકારો છો કે તમારું સબ્સ્ક્રિપ્શન સમાપ્ત થતાં, તમે Premium સાથે સંકળાયેલી તમામ ફીચર્સની ઍક્સેસ ગુમાવશો, જેમાં Premium માટે વિશિષ્ટ મર્યાદિત-સમયના ડિજિટલ ગુડ્સને સેવ અથવા સ્ટોર કરવાની સુવિધા આપતી કોઈપણ ફીચર્સનો પણ સમાવેશ થાય છે.

2.2 પ્રિવ્યૂઝ ફીચર્સ

Reddit પ્રિવ્યૂઝની શરતો હેઠળ અન્ય સબ્સ્ક્રિપ્શન્સ ઉપલબ્ધ કરાવી શકે છે. હાલમાં કયા સબ્સ્ક્રિપ્શન્સ ઉપલબ્ધ છે (જો કોઈ હોય તો) તે જોવા માટે પ્રિવ્યૂઝની શરતોની સમીક્ષા કરવા વિનંતી.

3. ડિજિટલ ગુડ્સ

3.1 Reddit અવતાર્સ

Reddit અવતાર્સ એ ડિજિટલ અવતાર્સ છે જેને તમે સેવાઓ દ્વારા કસ્ટમાઇઝ, દાવો અને અન્યથા ઉપયોગ કરી શકો છો અને તે એક પ્રકારના ડિજિટલ ગુડ છે (“અવતાર્સ”). તમારો અવતાર તમારા એકાઉન્ટના પ્રોફાઇલ પેજ પર અને સમગ્ર સેવાઓમાં તમારા અવતાર તરીકે (દા.ત., પોસ્ટ્સ, કૉમેન્ટ્સ અને ચેટ્સ પર) પ્રદર્શિત થાય છે.

દરેક અવતાર સાથે ચોક્કસ અને અનન્ય ગિયર, ઍક્સેસરીઝ, આઉટફિટ્સ, હેરસ્ટાઇલ, બૅકગ્રાઉન્ડ કાર્ડ્સ અને/અથવા અન્ય આર્ટ (“અવતાર આર્ટ”) સંકળાયેલી હોય છે. અવતાર આર્ટનું લાઇસન્સ આપવામાં આવે છે, વેચાણ કરવામાં આવતું નથી. Reddit અને અમારા લાઇસન્સદાતાઓ આ આર્થિક શરતોમાં સ્પષ્ટપણે પ્રદાન કરવામાં આવ્યા ન હોય તેવા અવતાર આર્ટ સંબંધિત અને તેમાં રહેલા તમામ અધિકારો અનામત રાખે છે.

આ આર્થિક શરતો અને યુઝર કરાર (જેમાં કલમ 3 નો સમાવેશ થાય છે) નું તમે સતત પાલન કરો તે આધીન, Reddit તમને તમારા અવતાર સાથે સંકળાયેલી સંપૂર્ણ અથવા આંશિક અવતાર આર્ટનો ઉપયોગ અને પ્રદર્શન કરવા માટે, તેમજ સેવાઓ દ્વારા Reddit અને તેના લાઇસન્સદાતાઓ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતી અન્ય અવતાર આર્ટ સાથે તે અવતાર આર્ટને મિક્સ-એન્ડ-મૅચ કરવા માટે બિન-ટ્રાન્સફરપાત્ર, બિન-વિશિષ્ટ, રદ કરી શકાય તેવું, મર્યાદિત લાઇસન્સ આપે છે, દરેક કિસ્સામાં, તમારા પોતાના વ્યક્તિગત, બિન-વ્યાવસાયિક ઉપયોગ માટે, ફક્ત સેવાઓની અંદર અને તમારા અવતારને સેટ કરવા માટે તમે ઉપયોગમાં લીધેલા તમારા એકાઉન્ટના સંદર્ભમાં (જેને “મર્યાદિત લાઇસન્સ પ્રાપ્ત અધિકારો” કહેવાય છે). જો તમે આ આર્થિક શરતોનો ભંગ કરશો, તો તમે મર્યાદિત લાઇસન્સ પ્રાપ્ત અધિકારો ગુમાવશો.

3.2 Reddit ગોલ્ડ

Reddit ગોલ્ડ એ એક પ્રકારનું ડિજિટલ ગુડ છે, જેને તમે આ આર્થિક શરતો (“ગોલ્ડ”) અનુસાર સેવાઓ પર ખરીદી, પ્રાપ્ત અને ઉપયોગ કરી શકો છો. જ્યારે તમે સેવાઓ દ્વારા ગોલ્ડ ખરીદો છો, ત્યારે આ આર્થિક શરતો અને યુઝર કરાર (કલમ 3 સહિત) નું સતત પાલન કરવાને આધીન, Reddit તમને ગોલ્ડનો ઉપયોગ ફક્ત સેવાઓમાં અને ફક્ત તે એકાઉન્ટના સંબંધમાં કરવા માટે, જેના દ્વારા તમે ગોલ્ડ ખરીદ્યું છે, બિન-ટ્રાન્સફર કરી શકાય તેવું, બિન-વિશિષ્ટ, રદ કરી શકાય તેવું અને મર્યાદિત લાઇસન્સ આપે છે. તમે ચોક્કસ ડિજિટલ ગુડ્સ (નીચે વ્યાખ્યાયિત કર્યા મુજબ એવોર્ડ્સ સહિત) અથવા તૃતીય-પક્ષ ચૂકવણીપાત્ર સેવાઓ માટે ગોલ્ડ રિડીમ કરી શકો છો. તમે આ આર્થિક શરતો અને (લાગુ પડતું હોય તેમ) પ્રિવ્યૂઝની શરતોમાં સ્પષ્ટપણે નિર્ધારિત કરવામાં આવેલા હેતુઓ સિવાયના કોઈપણ અન્ય હેતુ માટે ગોલ્ડનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી શકતા નથી.

3.3 Reddit એવોર્ડ્સ

Reddit એવોર્ડ્સ એ એક પ્રકારના ડિજિટલ ગુડ છે, જે તમે સેવાઓ દ્વારા મેળવી શકો છો (દા.ત., ગોલ્ડ ખર્ચીને અથવા પ્રચાર દરમિયાન) અને અન્ય Reddit યુઝર્સને તેમની કૉન્ટ્રીબ્યુશન્સને માન્યતા આપવા અને તેના પર પ્રતિક્રિયા આપવા માટે આપી શકો છો (દા.ત. સેવાઓ પરની પોસ્ટ્સ અને કૉમેન્ટ્સ) (“એવોર્ડ્સ”). જ્યારે તમે સેવાઓ દ્વારા કોઈ એવોર્ડ આપો છો, ત્યારે આ આર્થિક શરતો અને યુઝર કરાર (જેમાં કલમ 3 નો સમાવેશ થાય છે) નું તમે સતત પાલન કરો તે આધીન, Reddit તમને એવોર્ડનો ઉપયોગ કરવા અને તેને અન્ય Reddit યુઝર્સને ગિફ્ટ આપવા માટે બિન-ટ્રાન્સફરપાત્ર, બિન-વિશિષ્ટ, રદ કરી શકાય તેવું, મર્યાદિત લાઇસન્સ આપે છે, જેનો ઉપયોગ ફક્ત સેવાઓની અંદર અને ફક્ત તે એકાઉન્ટના સંબંધમાં કરી શકાય છે જેના દ્વારા તમે એવોર્ડ ખરીદ્યો હતો.

(અન્ય Reddit યુઝર્સ તરફથી) એવોર્ડ્સ પ્રાપ્ત કરનારા લોકો ચોક્કસ Reddit પ્રોગ્રામ્સમાં (જેમ કે પ્રિવ્યૂઝની શરતોમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે) ભાગ લેવા માટે લાયક હોઈ શકે છે અને લાગુ પડતી Reddit પ્રોગ્રામની શરતો (જેમ કે પ્રિવ્યૂઝની શરતોમાં વ્યાખ્યાયિત કરવામાં આવી છે) અનુસાર સેવાઓમાં તેમના કૉન્ટ્રીબ્યુશન્સના આધારે ગોલ્ડ અને/અથવા પૈસા કમાઈ શકે છે. જોકે, એવોર્ડ્સ પ્રાપ્ત કરનારા તમામ લોકો Reddit પ્રોગ્રામ્સમાં ભાગ લેવા અને નાણાકીય લાભ પ્રાપ્ત કરવા માટે લાયક રહેશે નહીં. પરિણામે, એવોર્ડ્સ અથવા ગોલ્ડમાંથી કોઈપણનો હેતુ પ્રાપ્તકર્તાને વળતર અથવા નાણાકીય સહાય પ્રદાન કરવાના ખાતરીપૂર્વકના સાધન તરીકે ઉપયોગ કરવાનો નથી.

3.4 ગિફ્ટ્સ અંતિમ

અન્ય યુઝર્સને આપવામાં આવેલા ડિજિટલ ગુડ્સ પરત કરવામાં આવશે નહીં (દા.ત., જો તમે અન્ય યુઝરને એવોર્ડ્સ ગિફ્ટ આપવા માટે ગોલ્ડનો ઉપયોગ કરો છો, તો તમે તે એવોર્ડ્સ પાછા લઈ શકશો નહીં કે ખર્ચવામાં આવેલું કોઈપણ ગોલ્ડ પરત મેળવી શકશો નહીં).

3.5 પ્રિવ્યૂઝ ફીચર્સ

Reddit પ્રિવ્યૂઝની શરતો હેઠળ અન્ય ડિજિટલ ગુડ્સ ઉપલબ્ધ કરાવી શકે છે. હાલમાં અન્ય કયા ડિજિટલ ગુડ્સ ઉપલબ્ધ છે (જો કોઈ હોય તો) તે જોવા માટે પ્રિવ્યૂઝની શરતોની  સમીક્ષા કરવા વિનંતી.

4. તૃતીય-પક્ષના અધિકારો

યુઝર્સને ડિજિટલ ગુડ્સમાં (જેમાં તેમની સાથે સંકળાયેલી કોઈપણ અવતાર આર્ટ, સામગ્રી અથવા અન્ય આર્ટવર્કનો સમાવેશ થાય છે (જેને સામૂહિક રીતે, “ડિજિટલ ગુડ આર્ટ” કહેવાય છે)) કોઈ માલિકી, માલિકી સંબંધિત, બૌદ્ધિક સંપદા, માલિકી હક અથવા નાણાકીય હિત નથી, સિવાય કે આ આર્થિક શરતો અથવા (જો લાગુ પડતું હોય તો) પ્રિવ્યૂઝની શરતોમાં સ્પષ્ટપણે નિર્ધારિત કરવામાં આવ્યું હોય.

કેટલાક ડિજિટલ ગુડ્સ Reddit અને તૃતીય-પક્ષ લાઇસન્સદાતાઓ વચ્ચેના સહયોગનું પરિણામ હોઈ શકે છે. જો તમારા ડિજિટલ ગુડ સાથે સંકળાયેલા કોઈપણ ડિજિટલ ગુડ આર્ટમાં તૃતીય-પક્ષના બૌદ્ધિક સંપદા અધિકારો હોય (ઉદાહરણ તરીકે, કોઈ ક્રિએટર અથવા ભાગીદાર પાસેથી લાઇસન્સ પ્રાપ્ત બૌદ્ધિક સંપદા અધિકારો) (“તૃતીય-પક્ષ અધિકારો”), તો તમે સમજો છો અને સંમત થાઓ છો કે:

  • ડિજિટલ ગુડ આર્ટમાં સમાવિષ્ટ હોય તે રીતે અને આ આર્થિક શરતો અથવા (જો લાગુ પડતું હોય તો) પ્રિવ્યૂઝની શરતોમાં સમાવિષ્ટ લાઇસન્સ તથા પ્રતિબંધોને આધીન હોય તે સિવાય, તમને કોઈપણ તૃતીય-પક્ષ અધિકારોનો કોઈપણ રીતે ઉપયોગ કરવાનો અધિકાર રહેશે નહીં;

  • Reddit ને તૃતીય-પક્ષ અધિકારોના માલિક દ્વારા આપવામાં આવેલા લાઇસન્સના સ્વરૂપના આધારે, ડિજિટલ ગુડ આર્ટનો ઉપયોગ કરવાની તમારી ક્ષમતા પર વધારાના પ્રતિબંધો લાગુ કરવાની જરૂર પડી શકે છે; અને

  • જો Reddit તમને તૃતીય-પક્ષ અધિકારોને કારણે ડિજિટલ ગુડ આર્ટના ઉપયોગ પર વધારાના પ્રતિબંધો લાગુ પડે છે તે અંગે સૂચિત કરે, તો તમે તે પ્રતિબંધોનું પાલન કરશો.

જો ડિજિટલ ગુડ આર્ટ બૌદ્ધિક સંપદા અધિકારોના ઉલ્લંઘનના દાવાનો વિષય બને (અથવા Reddit એવું નક્કી કરે કે તે આવો દાવો થવાની સંભાવના ધરાવે છે), તો Reddit ને ડિજિટલ ગુડ આર્ટને બદલવાનો, ડિજિટલ ગુડ આર્ટનો ઉપયોગ ચાલુ રાખવાનો અધિકાર પ્રાપ્ત કરવાનો અથવા ડિજિટલ ગુડ આર્ટ માટેના તમારા લાઇસન્સ પ્રાપ્ત અધિકારો (લાગુ પડતું હોય તેમ, તમારા મર્યાદિત લાઇસન્સ પ્રાપ્ત અધિકારો સહિત) સમાપ્ત કરવાનો અધિકાર છે.

5. એકાઉન્ટનું સસ્પેન્શન અથવા સમાપ્તિ

 યુઝર કરાર અને અમારા Reddit ના નિયમોમાં જણાવ્યા મુજબ, તમારે અમારી સેવાઓ માટેના નિયમોનું તેમજ તમે જે વ્યક્તિગત કોમ્યુનિટીઝમાં ભાગ લો છો તેના નિયમોનું પાલન કરવું અને તેનું અનુસરણ કરવું આવશ્યક છે. આમ કરવામાં નિષ્ફળતા આ આર્થિક શરતોનો ભંગ બની શકે છે અને તેના પરિણામે સેવાઓ અથવા ચોક્કસ કોમ્યુનિટીઝમાંથી કામચલાઉ અથવા કાયમી પ્રતિબંધ લાગી શકે છે અથવા તમારી પોસ્ટ્સ અને કૉમેન્ટ્સ દૂર કરવામાં આવી શકે છે, જેમાં એવી કોમ્યુનિટીઝનો પણ સમાવેશ થાય છે જ્યાં તમને ચૂકવણીપાત્ર સેવાઓના કેટલાક પાસાઓ અથવા લાભોની ઍક્સેસ મળી શકે છે. આવા કિસ્સાઓમાં, તમે ચૂકવણીપાત્ર સેવાઓના લાભો ગુમાવી શકો છો અને આ નુકસાન માટે અમે તમને વળતર આપીશું નહીં.

6. તમારી સ્વીકૃતિઓ

સેવાઓ (જેને સામૂહિક રીતે, “Reddit આર્થિક ગુડ્સ” કહેવાય છે) દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતા કોઈપણ સબ્સ્ક્રિપ્શન, ડિજિટલ ગુડ અથવા અન્ય કોઈપણ ચૂકવણીપાત્ર સેવાની તમારી ઍક્સેસ, ખરીદી અથવા ઉપયોગના સંબંધમાં — તમે રજૂઆત કરો છો, બાંયધરી આપો છો, સ્વીકારો છો અને સંમત થાઓ છો કે:

  • તમે Reddit અને કોમ્યુનિટીના નિયમોનું પાલન કરશો – તમે અમારી યુઝર કરાર, Reddit ના નિયમો અને આ આર્થિક શરતોમાં જણાવેલા સેવાઓ સંબંધિત અમારા નિયમોનું તેમજ તમે જે વ્યક્તિગત કોમ્યુનિટીઝમાં ભાગ લો છો તેના નિયમોનું પાલન કરશો;

  • Reddit આર્થિક ગુડ્સ પૈસા અથવા કાનૂની ચલણ નથી – કોઈપણ Reddit આર્થિક ગુડ પૈસા અથવા કાનૂની ચલણ નથી, તેમજ તેનું કોઈ નાણાકીય મૂલ્ય અથવા રોકડ સમકક્ષ નથી, અને તે રોકડ અથવા ડિપોઝિટ એકાઉન્ટ નથી કે Reddit ની મંજૂરી વિના સેવાઓની બહારની વાસ્તવિક દુનિયાની કોઈપણ રકમ, નાણાકીય મૂલ્ય અથવા અન્ય કોઈપણ ગુડ્સ અથવા સેવાઓ માટે તેને રિડીમ કરી શકાતું નથી, તેમજ તે કોઈપણ પ્રકારનું ચલણ અથવા મિલકત નથી;

  • તમે મોટાભાગના Reddit આર્થિક ગુડ્સને ટ્રાન્સફર અથવા વેચી શકતા નથી – આ આર્થિક શરતો અથવા (જો લાગુ પડતું હોય તો) પ્રિવ્યૂઝની શરતોમાં સ્પષ્ટપણે નિર્ધારિત કરવામાં આવેલા મર્યાદિત અપવાદોને આધીન, તમારી Reddit આર્થિક ગુડ્સ (તમારા મર્યાદિત લાઇસન્સ પ્રાપ્ત અધિકારો સહિત) અમારી પરવાનગી વિના વેચી, ટ્રેડ, બાર્ટર, ટ્રાન્સફર, એક્સચેન્જ, વેચાણ માટે ઑફર કરી અથવા અન્યથા સેવાઓ અથવા તમારા એકાઉન્ટની બહાર ઉપયોગ કરી શકાશે નહીં;

  • Reddit આર્થિક ગુડ્સ પરના તમારા અધિકારો મર્યાદિત છે –આ આર્થિક શરતોમાં સ્પષ્ટપણે નિર્ધારિત કરવામાં આવેલા મર્યાદિત અપવાદોને આધીન, Reddit આર્થિક ગુડ્સના બદલામાં ઑફર કરવામાં આવેલી અથવા ચૂકવવામાં આવેલી કોઈપણ કિંમતને ધ્યાનમાં લીધા વિના, Reddit આર્થિક ગુડ્સમાં તમારી કોઈ માલિકી અથવા કોઈ મિલકત, માલિકી સંબંધિત, બૌદ્ધિક સંપદા, માલિકી હક, નાણાકીય અધિકાર, ટાઇટલ અથવા અન્ય કોઈ માલિકી સંબંધિત હિત નથી અને તમે ધરાવતા પણ નથી; તેના બદલે, તમને આ આર્થિક શરતો હેઠળ Reddit આર્થિક ગુડ્સનો ઍક્સેસ મેળવવા અને તેનો ઉપયોગ કરવા માટે લાઇસન્સ આપવામાં આવે છે;

  • તમે કોઈપણ Reddit આર્થિક ગુડનું વ્યાપારીકરણ કરશો નહીં – અમારી પરવાનગી વિના અને, લાગુ પડતું હોય તેમ, કોઈપણ તૃતીય-પક્ષ અધિકાર ધારકની પરવાનગી વિના, તમે કોઈપણ Reddit આર્થિક ગુડ (જેમાં કોઈપણ ડિજિટલ ગુડ આર્ટનો સમાવેશ થાય છે) ને લાઇસન્સ, સબલાઇસન્સ, વેચાણ, પુનઃવેચાણ, ટ્રાન્સફર, સોંપણી, વિતરણ અથવા અન્યથા વ્યાવસાયિક રીતે ઉપયોગમાં લેશો નહીં અથવા કોઈપણ તૃતીય-પક્ષને ઉપલબ્ધ કરાવશો નહીં (ટ્રેડમાર્ક અથવા બ્રાન્ડ તરીકે અથવા ડેરિવેટિવ વર્ક તરીકે), તમે કોઈપણ Reddit આર્થિક ગુડમાં કોઈપણ ટ્રેડમાર્ક, કૉપિરાઇટ અથવા અન્ય બૌદ્ધિક સંપદા અધિકારોની નોંધણી કરશો નહીં અથવા નોંધણી કરવાનો પ્રયાસ કરશો નહીં, કોઈપણ Reddit આર્થિક ગુડનું માર્કેટિંગ અથવા વેચાણ કરશો નહીં, તેમજ તમારા ગુડ્સ અથવા સેવાઓ અથવા અન્ય કોઈપણ તૃતીય-પક્ષના ગુડ્સ અથવા સેવાઓનું માર્કેટિંગ અથવા વેચાણ કરવા માટે કોઈપણ Reddit આર્થિક ગુડનો ઉપયોગ કરશો નહીં, તેમજ Reddit અથવા કોઈપણ તૃતીય-પક્ષ અધિકાર ધારકના કોઈપણ ટ્રેડમાર્ક્સ, સ્પેસિફિકેશન્સ, બાંયધરીઓ અથવા ડિસ્ક્લેમર્સ અથવા કોઈપણ બૌદ્ધિક સંપદા અથવા માલિકી સંબંધિત નોટિસને દૂર, ડિલીટ, બદલશો અથવા અસ્પષ્ટ કરશો નહીં, અને તમે કોઈપણ રીતે Reddit દ્વારા સમર્થિત અથવા તેની સાથે સંલગ્ન છો તેમ જણાવશો નહીં અથવા એવું સૂચિત કરશો નહીં, જેમાં Reddit ના નામ, ટ્રેડમાર્ક્સ અથવા લોગોઝનો ઉપયોગ કરવાનો પણ સમાવેશ થાય છે;

  • તમે Reddit દ્વારા નિર્ધારિત કોઈપણ મર્યાદાઓ અથવા સુરક્ષા પગલાંંને બાયપાસ કરશો નહીં – તમે Reddit આર્થિક ગુડ્સ અથવા ચૂકવણીપાત્ર સેવાઓના કોઈપણ અન્ય ઘટકમાં વિક્ષેપ પાડશો નહીં, હસ્તક્ષેપ કરશો નહીં, તેની સુરક્ષાનો ભંગ કરશો નહીં અથવા તેમાં અનધિકૃત ઍક્સેસ મેળવવાનો પ્રયાસ કરશો નહીં (જેમાં કોઈપણ ડિવાઇસ, સૉફ્ટવેર અથવા રૂટીનનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે), તેમજ અમારી પરવાનગી વિના અમારા દ્વારા નિર્ધારિત કોઈપણ દાવો, ખરીદી, લાયકાત, ટ્રાન્સફર, રેટ, એક્સચેન્જ, સુરક્ષા અથવા અન્ય કોઈપણ મર્યાદાનો ભંગ કરીને અથવા અન્યથા આ આર્થિક શરતોનો ભંગ કરીને કોઈપણ Reddit આર્થિક ગુડ પ્રાપ્ત અથવા તેનો નિકાલ કરશો નહીં (જેમાં અમારી સેવાઓને કોઈપણ રીતે નુકસાન પહોંચાડી શકે, નષ્ટ કરી શકે, તેમાં વિક્ષેપ પાડી શકે, તેને નિષ્ક્રિય કરી શકે, તેની કાર્યક્ષમતાને બગાડી શકે, તેના પર અતિશય ભાર મૂકી શકે અથવા અન્યથા તેમાં અવરોધ ઊભો કરી શકે અથવા તેને કોઈપણ રીતે નુકસાન પહોંચાડી શકે તેવી કોઈપણ પદ્ધતિ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિનો સમાવેશ થાય છે), તેમજ સેવાઓ અને Reddit આર્થિક ગુડ્સનું રક્ષણ કરવા માટે અમલમાં મૂકવામાં આવેલા કોઈપણ સુરક્ષા ઉપકરણ, સુરક્ષા વ્યવસ્થા અથવા તકનીકી પગલાંને બાયપાસ, ભંગ, ટાળવા, દૂર, નિષ્ક્રિય, અક્ષમ, તેની કાર્યક્ષમતાનો બગાડ, ડિક્રિપ્ટ અથવા અન્યથા અવરોધિત કરશો નહીં, અને તમે સમજો છો કે Reddit આ મર્યાદાઓ અને શરતો એટલા માટે નિર્ધારિત કરે છે કે સેવાઓ Reddit યુઝર્સ માટે આનંદદાયક રહે અને બૉટ્સ, રોબોટ્સ, પાર્સર્સ, સ્પાઇડર્સ, સ્ક્રિપ્ટ્સ, પ્રોગ્રામ્સ, રૂટીન્સ, સ્પામ અને ઑટોમેશનના અન્ય સ્વરૂપો તેમજ છેતરપિંડી, ગેરકાયદેસર પ્રવૃત્તિ અને અમારી યુઝર કરાર, Reddit ના નિયમો તથા આ આર્થિક શરતોના અન્ય ઉલ્લંઘનોને અટકાવી શકાય;

  • તમે Reddit આર્થિક ગુડ્સ અથવા સેવાઓમાંથી ડેટા એક્સ્ટ્રેક્ટ કરશો નહીં  – અમારી પરવાનગી વિના, તમે Reddit આર્થિક ગુડ્સ અથવા સેવાઓમાંથી અથવા તેની સાથે સંબંધિત કોઈપણ ડેટા, ટેક્સ્ટ, રિપોર્ટ્સ અથવા અન્ય સામગ્રીઓને (સંપૂર્ણ અથવા આંશિક રીતે) એક્સ્ટ્રેક્ટ, કૉપી, ડુપ્લિકેટ, ડાઉનલોડ, કૅશ, પ્રકાશિત, ટ્રાન્સમિટ અથવા અન્યથા પુનઃઉત્પાદિત, ટ્રાન્સફર, વિતરિત, સ્ટોર, પ્રસારિત, એકત્રિત અથવા અન્યથા ઉપયોગ કરશો નહીં (જેમાં વેબ સ્ક્રેપિંગ, વેબ હાર્વેસ્ટિંગ અથવા અન્ય ડેટા એક્સ્ટ્રેક્શન પદ્ધતિઓ દ્વારા કરવામાં આવતી આવી કોઈપણ પ્રવૃત્તિનો સમાવેશ થાય છે);

  • તમે કાયદાનું પાલન કરશો અને સામાન્ય સમજનો ઉપયોગ કરશો – તમે છેતરપિંડીથી મેળવેલા, ચોરાયેલા, અનધિકૃત રીતે લેવામાં આવેલા અથવા અન્યથા ગેરકાયદેસર રીતે મેળવેલા કોઈપણ Reddit આર્થિક ગુડ્સ પ્રાપ્ત કરવા અથવા તેનો નિકાલ કરવા માટે સેવાઓનો ઉપયોગ કરશો નહીં અથવા તેમ કરવાનો પ્રયાસ કરશો નહીં; તમે કોઈપણ Reddit આર્થિક ગુડનો ઉપયોગ, સેવાઓની અંદર હોય કે બહાર, કોઈપણ ગેરકાયદેસર હેતુ માટે (જેમાં બજારની હેરાફેરી, મની લૉન્ડરિંગ, છેતરપિંડી અથવા અન્ય કોઈપણ ગુનાનો સમાવેશ થાય છે), કોઈપણ પ્રકારના સટ્ટા, શરત અથવા જુગાર માટે અથવા પ્રતિબંધિત ગુડ્સ અથવા સેવાઓને સંડોવતા ટ્રાન્ઝેક્શન્સ સામે Reddit ની નીતિ હેઠળ પ્રતિબંધિત ગુડ્સ અથવા સેવાઓને સંડોવતા કોઈપણ ટ્રાન્ઝેક્શનના સંબંધમાં કરશો નહીં, અને કોઈપણ Reddit આર્થિક ગુડના તમારા સંપાદન અથવા નિકાલમાંથી ઉદ્ભવતી લાગુ પડતી કાયદાકીય આવશ્યકતાઓ, જેમાં કરવેરા સંબંધિત જવાબદારીઓનો સમાવેશ થાય છે, તેનું પાલન કરશો; અને

  • તમે અન્ય કોઈને આ આર્થિક શરતોનો ભંગ કરવા  માટે પ્રોત્સાહિત કરશો નહીં – ઉપર દર્શાવેલ અથવા આ આર્થિક શરતોમાં અન્યત્ર આપેલા કોઈપણ નિવેદનો, વોરંટીઓ, સ્વીકૃતિઓ અને કરારોનો ભંગ કરવાનું કારણ બનશો નહીં કે કોઈ તૃતીય પક્ષ પાસે તેવો પ્રયાસ કરાવશો નહીં.

ઉપરોક્ત નિયમોનું પાલન કરવામાં અને તેનું પાલન કરવામાં નિષ્ફળતા આ આર્થિક શરતોનો ભંગ ગણી શકાય અને તેના પરિણામે Reddit અથવા ચોક્કસ કોમ્યુનિટીઝમાંથી કામચલાઉ અથવા કાયમી પ્રતિબંધ લાગી શકે છે અથવા Reddit આર્થિક ગુડ્સની તમારી ઍક્સેસ દૂર કરવામાં આવી શકે છે. આવા કિસ્સાઓમાં, તમે Reddit આર્થિક ગુડ્સના લાભો ગુમાવી શકો છો અને આ નુકસાન માટે અમે તમને વળતર આપીશું નહીં.

7. તમે આ જોખમો સ્વીકારો છો

કોઈપણ Reddit આર્થિક ગુડની તમારી ઍક્સેસ, ખરીદી અને ઉપયોગના સંબંધમાં, તમે નીચેના જોખમોને સ્વીકારો છો અને તેની જવાબદારી લો છો તથા તેનાથી પરિણામે થતી અથવા ઉદ્ભવતી જવાબદારીથી Reddit ને સુરક્ષિત રાખશો:

  • તમારા એકાઉન્ટની ઍક્સેસ ગુમાવવી – તમને રિફંડ આપ્યા વિના અથવા અન્ય કોઈ રીતે તમને થયેલા કથિત નુકસાન માટે વળતર આપ્યા વિના, Reddit સેવાઓને પ્રતિબંધિત, અક્ષમ અથવા અન્યથા બદલી શકે છે અથવા તમારું એકાઉન્ટ સસ્પેન્ડ અને/અથવા સમાપ્ત કરી શકે છે, જો અમને શંકા હોય કે તમે આ આર્થિક શરતોનો ભંગ કરશો અથવા તેનો ભંગ કર્યો છે (ઉદાહરણ તરીકે, સેવાઓની અંદર અથવા બહાર કોઈપણ Reddit આર્થિક ગુડનો કોઈપણ ગેરકાયદેસર હેતુ માટે ઉપયોગ કરવો), અને જો તમારું એકાઉન્ટ સસ્પેન્ડ અથવા સમાપ્ત કરવામાં આવે, તો તમે સેવાઓ પરના તમારા Reddit આર્થિક ગુડ્સનો કામચલાઉ અથવા કાયમી ધોરણે ઍક્સેસ ગુમાવી શકો છો અથવા તેનો ઉપયોગ કરી શકશો નહીં;

  • Reddit યુઝર્સ સાથેની સમસ્યાઓ – Reddit ફક્ત તૃતીય-પક્ષ ચૂકવણીપાત્ર સેવાઓના વેચાણની સુવિધા પૂરી પાડે છે અને અન્યથા માર્કેટપ્લેસનું સંચાલન કરતું નથી કે Reddit આર્થિક ગુડ્સ અથવા અન્ય કોઈપણ ગુડ્સ અથવા સેવાઓ માટે તમારી અને Reddit યુઝર્સ અથવા તૃતીય-પક્ષો વચ્ચેના કોઈપણ ટ્રાન્ઝેક્શન્સની સુવિધા આપતું નથી, અને Reddit તમારી અને Reddit યુઝર્સ અથવા તૃતીય-પક્ષો વચ્ચેના કોઈપણ ટ્રાન્ઝેક્શન્સ (જેમાં ટ્રાન્ઝેક્શન્સ સંબંધિત કોઈપણ વિવાદોનો સમાવેશ થાય છે) અંગે કોઈ વચન કે બાંયધરી આપતું નથી અથવા તેના માટે જવાબદાર નથી, તેમજ તમારા ટ્રાન્ઝેક્શનના સામેના પક્ષકારની ઓળખ, તમારા ટ્રાન્ઝેક્શનનું કારણ અથવા ટ્રાન્ઝેક્શન અંગેનો તમારો અથવા સામેના પક્ષકારનો સંતોષની પુષ્ટિ કરવા માટે પણ જવાબદાર નથી (તમે આ ટ્રાન્ઝેક્શન્સમાં સંપૂર્ણપણે તમારા પોતાના જોખમે જોડાઓ છો);

  • માર્કેટપ્લેસ સાથેની સમસ્યાઓ – Reddit કોઈપણ તૃતીય-પક્ષ માર્કેટપ્લેસ અથવા સેવાઓને માન્યતા આપતું નથી કે તેની જવાબદારી સ્વીકારતું નથી, જે તૃતીય-પક્ષોને Reddit આર્થિક ગુડ્સ વેચવા, ટ્રાન્સફર કરવા અથવા અન્યથા તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે, અને આવા માર્કેટપ્લેસ અથવા સેવાઓનો તમારા દ્વારા કરવામાં આવતો કોઈપણ અનધિકૃત ઉપયોગ આ આર્થિક શરતોનો ભંગ છે; અને

  • Reddit આર્થિક ગુડ્સમાં ફેરફારો – તમને રિફંડ આપ્યા વિના અથવા તમને થયેલા કોઈપણ કથિત નુકસાન માટે અન્ય કોઈ રીતે વળતર આપ્યા વિના, Reddit પોતાની વિવેકબુદ્ધિથી Reddit આર્થિક ગુડ્સમાં ફેરફાર કરી શકે છે અને આવા ફેરફારોને કારણે કેટલાક અથવા તમામ Reddit આર્થિક ગુડ્સ વધુ અથવા ઓછા સામાન્ય, ઇચ્છનીય, અસરકારક અથવા કાર્યક્ષમ બની શકે છે, ભલે આવા ફેરફારો Reddit આર્થિક ગુડના મૂલ્ય અથવા ઉપયોગિતા પર અથવા ચોક્કસ Reddit આર્થિક ગુડ્સ મેળવવાની ક્ષમતા પર અસર કરી શકે (ઉદાહરણ તરીકે, અન્ય Reddit આર્થિક ગુડ્સનો ઉપયોગ કરવા માટે જરૂરી Reddit આર્થિક ગુડ્સની સંખ્યા વધારી અથવા ઘટાડી શકાય છે અને કોઈપણ Reddit આર્થિક ગુડના રિડેમ્પશન પરના પ્રતિબંધો કોઈપણ સમયે લાદી શકાય છે), Reddit એ બાંયધરી આપતું નથી કે Reddit આર્થિક ગુડ્સ કોઈ ચોક્કસ સમયગાળા સુધી સતત ઑફર કરવામાં આવશે અને કાયદા દ્વારા મંજૂર મહત્તમ હદ સુધી, Reddit પોતાની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી અને તમને અગાઉથી સૂચના આપ્યા વિના અથવા તમારા પ્રત્યે કોઈ જવાબદારી લીધા વિના, કોઈપણ અથવા કોઈ કારણ વિના, કોઈપણ Reddit આર્થિક ગુડ્સને નિયંત્રિત, નિયમિત, સંશોધિત, સસ્પેન્ડ, દૂર, સમાપ્ત અથવા પ્રદાન કરવાનું બંધ કરી શકે છે અથવા તેના માટેના સપોર્ટને બંધ કરી શકે છે, અને તમે સમજો છો કે કોઈપણ Reddit આર્થિક ગુડ્સ એકત્રિત કરતી વખતે, તમે સેવાઓ પર તેમની સતત ઉપલબ્ધતા અથવા તેમની ગુણવત્તા અથવા મૂલ્યની જાળવણી અથવા ભવિષ્યમાં તેમાં થનારા વધારા પર આધાર રાખી શકતા નથી.

તમે સમજો છો કે ઉપરોક્ત જોખમોની જવાબદારી સ્વીકારવી એ Reddit આર્થિક ગુડ્સની તમારી ઍક્સેસ, તેનો ઉપયોગ અને તેની ખરીદીની એક શરત છે. જો તમે આ જોખમોની જવાબદારી સ્વીકારવા સંમત ન હો, તો તમને કોઈપણ Reddit આર્થિક ગુડનો ઍક્સેસ મેળવવા, તેને ખરીદવા અથવા તેનો ઉપયોગ કરવાની અમારી પરવાનગી નથી.

8. વિવિધ

અમારા યુઝર કરારનો આ સંદર્ભ દ્વારા આ આર્થિક શરતોમાં સમાવેશ કરવામાં આવે છે અને તે આ આર્થિક શરતોનો એક ભાગ બને છે, અને જો કોઈપણ યુઝર કરારની શરતો આ આર્થિક શરતો સાથે વિરોધાભાસ ધરાવતી હોય, તો Reddit આર્થિક ગુડ્સની તમારી ઍક્સેસ, ખરીદી અને ઉપયોગના સંબંધમાં આ આર્થિક શરતો લાગુ પડશે.

⌂ 换网址