Reddit નો યુઝર કરાર

Reddit નો યુઝર કરાર

1 જુલાઈ, 2026થી અમલમાં. છેલ્લે 26 મે, 2026ના રોજ સુધારેલ

 

Reddit હજારો અલગ અલગ ઓનલાઇન કોમ્યુનિટીઝને શક્તિ આપે છે. આ યુઝર કરાર અને તમારું વર્તન આ શક્ય બનાવે છે.

  • જો તમે યુનાઇટેડ સ્ટેટ્સમાં અથવા યુરોપિયન ઇકોનોમિક એરિયા (“EEA”), યુનાઇટેડ કિંગડમ અને સ્વિટ્ઝર્લૅન્ડની બહાર રહેતા હો, તો તમારી શરતો અહીં છે.

  • જો તમે EEA, યુનાઇટેડ કિંગડમ અથવા સ્વિટ્ઝર્લૅન્ડમાં રહેતા હો, તો તમારી શરતો અહીં છે.


 

જો તમે યુનાઇટેડ સ્ટેટ્સમાં અથવા EEA, યુનાઇટેડ કિંગડમ અને સ્વિટ્ઝર્લૅન્ડની બહાર રહેતા હો તો Reddit યુઝર કરાર

નમસ્તે, Reddit યુઝર્સ અને ઇન્ટરનેટના લોકો! આ Reddit યુઝર કરાર (“શરતો”) Reddit, Inc. (“Reddit,” “અમે,” “અમને,” અથવા “અમારા”) દ્વારા પ્રદાન કરવામાં આવતી વેબસાઇટ્સ, મોબાઇલ ઍપ્સ, વિજેટ્સ, એપી.આઈઝ, ઇમેઇલ્સ અને અન્ય ઓનલાઇન ઉત્પાદનો અને સેવાઓ (સામૂહિક રીતે, “સેવાઓ”)ની તમારી ઍક્સેસ અને ઉપયોગ પર લાગુ પડે છે.

યાદ રાખો કે Reddit મનોરંજન માટે છે અને તેનો હેતુ તમને મનોરંજન પૂરું પાડવાનો છે, પરંતુ તેમ છતાં અમારે કેટલાક મૂળભૂત નિયમોની જરૂર છે. અમારી સેવાઓને ઍક્સેસ કરીને અથવા તેનો ઉપયોગ કરીને, તમે આ શરતોથી બંધનકર્તા થવા માટે સંમત થાઓ છો. જો તમે આ શરતો સાથે સંમત ન હોવ, તો તમે અમારી સેવાઓને ઍક્સેસ કરી શકશો નહીં અથવા તેનો ઉપયોગ કરી શકશો નહીં

1. સેવાઓની તમારી ઍક્સેસ

13 વર્ષથી ઓછી ઉંમરના કોઈપણ વ્યક્તિને સેવાઓનો ઉપયોગ કરવાની અથવા તેની ઍક્સેસ મેળવવાની મંજૂરી નથી. અમારી સેવાઓના કેટલાક ભાગોનો ઉપયોગ કરવા માટે તમારી ઉંમર વધુ હોવી જરૂરી છે. ઉદાહરણ તરીકે, Reddit પર પુખ્ત વયના લોકો માટેનું કન્ટેન્ટ જોવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી આવશ્યક છે. સેવાઓની ઍક્સેસ મેળવતી વખતે તમામ નોટિસ અને કોઈપણ વધારાની શરતો કાળજીપૂર્વક વાંચવા વિનંતી છે.

સેવાઓનો ઉપયોગ કરીને, તમે જણાવો છો કે:

  • સેવાઓની ઍક્સેસ મેળવવા અને તેનો ઉપયોગ કરવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 13 વર્ષની છે અને તમે જે દેશમાં રહો છો ત્યાંના કાયદા દ્વારા જરૂરી લઘુત્તમ ઉંમર કરતાં વધુ છે;
  • તમે Reddit સાથે એક બંધનકર્તા કરાર કરી શકો છો, અથવા, જો તમારી ઉંમર 13 વર્ષથી વધુ છે પરંતુ તમે તમારા અધિકારક્ષેત્રમાં પુખ્ત વયના નથી, તો તમારા કાનૂની વાલીએ આ શરતોની સમીક્ષા કરી છે અને તેઓ તેની સાથે સંમત છે;
  • બધા લાગુ કાયદાઓ હેઠળ તમને સેવાઓનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી; અને
  • તમને સેવાઓમાંથી કાયમી ધોરણે સસ્પેન્ડ અથવા દૂર કરવામાં આવ્યા નથી.

જો તમે કોઈ અન્ય કાનૂની સંસ્થા, જેમાં વ્યવસાયિક અથવા સરકારી સંસ્થાનો સમાવેશ થાય છે, તેના વતી આ શરતો સ્વીકારતા હો, તો તમે ખાતરી આપો છો કે તમારી પાસે આવી સંસ્થાને આ શરતોથી બંધનકર્તા કરવાની સંપૂર્ણ કાનૂની સત્તા છે.

2. ગોપનીયતા

Reddit ની ગોપનીયતા નીતિ સમજાવે છે કે તમે અમારી સેવાઓની ઍક્સેસ કરો છો અથવા તેનો ઉપયોગ કરો છો ત્યારે અમે તમારા વિશેની માહિતી કેવી રીતે અને શા માટે એકત્રિત કરીએ છીએ, તેનો ઉપયોગ કરીએ છીએ અને તેને શેર કરીએ છીએ. તમે સમજો છો કે સેવાઓના તમારા ઉપયોગ દ્વારા, તમે ગોપનીયતા નીતિમાં જણાવ્યા મુજબ આ માહિતીના સંગ્રહ અને ઉપયોગ માટે સંમતિ આપો છો.

3. સેવાઓનો તમારો ઉપયોગ

આ શરતોનું સંપૂર્ણ અને સતત પાલન કરવાની શરતે, Reddit તમને વ્યક્તિગત, બિન-તબદીલીપાત્ર, બિન-વિશિષ્ટ, રદ કરી શકાય તેવું, મર્યાદિત લાઇસન્સ આપે છે, જેના હેઠળ તમે: (a) તમારા માલિકીના અથવા તમારા નિયંત્રણ હેઠળના મોબાઇલ ડિવાઇસ પર, કાયદેસરના માર્કેટપ્લેસમાંથી મેળવેલી, સેવાઓ સાથે સંકળાયેલી અમારી મોબાઇલ ઍપની એક કૉપી ઇન્સ્ટોલ કરી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો; અને (b) સેવાઓની ઍક્સેસ લઈ શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો. આ શરતો દ્વારા તમને સ્પષ્ટપણે આપવામાં ન આવેલા બધા અધિકારો અમે અનામત રાખીએ છીએ.

લાગુ પડતા કાયદા હેઠળ આવા પ્રતિબંધની મનાઈ હોય તેવા સંજોગો અને માત્ર તે હદ સુધી સિવાય, અમારી લેખિત સંમતિ વિના તમે નીચેની કોઈપણ બાબત કરી શકતા નથી:

  • સેવાઓ અથવા કન્ટેન્ટનું લાઇસન્સ આપવું, વેચાણ કરવું, ટ્રાન્સફર કરવું, સોંપવું, વિતરણ કરવું, હોસ્ટ કરવું અથવા અન્યથા વ્યાવસાયિક હેતુ માટે ઉપયોગ કરવો;
  • સેવાઓ અથવા કન્ટેન્ટના કોઈપણ ભાગમાં ફેરફાર કરવો, તેમાંથી નવી કૃતિઓ તૈયાર કરવી, ભાગોને છૂટા પાડવા, કોડમાં ફેરફાર કરીને તેને વાંચી શકાય તેવું બનાવવું અથવા તેની કાર્યપદ્ધતિને ઉલટાવીને સમજવાનો પ્રયાસ કરવો; અથવા
  • સમાન અથવા સ્પર્ધાત્મક વેબસાઇટ, ઉત્પાદન અથવા સેવા બનાવવા માટે સેવાઓ અથવા કન્ટેન્ટની ઍક્સેસ કરી શકશે નહીં, સિવાય કે કોઈપણ વધારાની શરતો (નીચે વ્યાખ્યાયિત કર્યા મુજબ) હેઠળ પરવાનગી આપવામાં આવી હોય.

અમે અમારી સેવાઓમાં સતત સુધારા કરી રહ્યા છીએ. આનો અર્થ એ છે કે અમે ફીચર્સ, ઉત્પાદનો અથવા કાર્યક્ષમતાઓ ઉમેરી અથવા દૂર કરી શકીએ છીએ; અમે તમને અગાઉથી નોટિફાય કરવાનો પ્રયાસ કરીશું, પરંતુ તે હંમેશાં શક્ય નહીં હોય. અમે તમને નોટિસ આપીને અથવા આપ્યા વિના, કોઈપણ સમયે સેવાઓમાં (સંપૂર્ણપણે અથવા આંશિક રીતે) ફેરફાર કરવાનો, તેને સસ્પેન્ડ કરવાનો અથવા બંધ કરવાનો અધિકાર અનામત રાખીએ છીએ. સેવાઓની કાર્યક્ષમતામાં ભવિષ્યમાં થતું કોઈપણ નવું રિલીઝ, અપડેટ અથવા અન્ય ઉમેરો આ શરતોને આધીન રહેશે, જેમાં સમયાંતરે અપડેટ થઈ શકે છે. તમે સંમત થાઓ છો કે સેવાઓમાં અથવા તેના કોઈપણ ભાગમાં કરવામાં આવેલા કોઈપણ ફેરફાર, સસ્પેન્શન અથવા બંધ કરવા બદલ અમે તમારા અથવા કોઈપણ તૃતીય પક્ષ પ્રત્યે જવાબદાર રહીશું નહીં.

અમે સેવાઓ પરના તમારા અનુભવને વિવિધ પરિબળોના આધારે વ્યક્તિગત બનાવીએ છીએ, જેમાં સેવાઓ પરની તમારી ઍક્ટિવિટી, તમે સબ્સ્ક્રાઇબ કરેલી કોમ્યુનિટીઝ અને તમારી સેટિંગ્સમાં દર્શાવેલી પસંદગીઓનો સમાવેશ થાય છે. આ અને અન્ય પરિબળોના આધારે, અમે Reddit પરના તમારા અનુભવને વધુ સુસંગત બનાવવા માટે ભલામણો કરી શકીએ છીએ. તમારા કન્ટેન્ટની ભલામણો વિશે વધુ માહિતી માટે, તેમજ વ્યક્તિગતકરણના અમુક વિકલ્પોને તમે કેવી રીતે નિયંત્રિત કરી શકો છો તેના વર્ણન માટે, અમારું મદદ કેન્દ્ર જોવા વિનંતી છે.

4. તમારું Reddit એકાઉન્ટ અને એકાઉન્ટ સુરક્ષા

અમારી સેવાઓના કેટલીક ફીચર્સનો ઉપયોગ કરવા માટે, તમારે Reddit એકાઉન્ટ (“એકાઉન્ટ”) બનાવવાની અને ગોપનીયતા નીતિમાં જણાવ્યા મુજબ તમારું યુઝરનેમ, પાસવર્ડ અને તમારા વિશેની કેટલીક અન્ય માહિતી અમને આપવાની જરૂર પડી શકે છે.

તમારા એકાઉન્ટ સાથે સંકળાયેલી માહિતી અને તમારા એકાઉન્ટને સંબંધિત કોઈપણ બાબત માટે તમે સંપૂર્ણપણે જવાબદાર છો. તમારે તમારા એકાઉન્ટની સુરક્ષા જાળવવી આવશ્યક છે અને જો તમે શોધો કે તમને પરવાનગી વિના કોઈએ તમારા એકાઉન્ટને ઍક્સેસ કર્યું છે અથવા તમને એવી શંકા થાય, તો તમારે તરત જ Reddit ને જાણ કરવી આવશ્યક છે. અમે ભલામણ કરીએ છીએ કે તમે મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરો, જેનો ઉપયોગ ફક્ત તમારા એકાઉન્ટ માટે જ કરવામાં આવે, અનેદ્વિ-પરિબળ પ્રમાણીકરણ સક્ષમ કરો. જો તમે તમારા એકાઉન્ટમાં તમારો ફોન નંબર ઉમેરો અને પછીથી તમારો ફોન નંબર બદલો અથવા નિષ્ક્રિય કરો, તો તમારા એકાઉન્ટની માહિતી અપડેટ કરવાનું સુનિશ્ચિત કરો.

અમારી અગાઉથી લેખિત મંજૂરી વિના તમે તમારા એકાઉન્ટનું લાઇસન્સ આપી શકતા નથી, તેને વેચી શકતા નથી અથવા સ્થાનાંતરિત કરી શકતા નથી.

5. તમારી કન્ટેન્ટ

સેવાઓમાં માહિતી, ટેક્સ્ટ, લિંક્સ, ગ્રાફિક્સ, ફોટા, વિડિયો, ઑડિયો, સ્ટ્રીમ્સ, સૉફ્ટવેર, ટૂલ્સ અથવા અન્ય સામગ્રી (“કન્ટેન્ટ”) હોઈ શકે છે. તેમાં તમારા દ્વારા અથવા તમારા એકાઉન્ટ મારફતે સેવાઓ માટે બનાવેલું અથવા સબમિટ કરેલ કન્ટેન્ટ પણ શામેલ છે(“તમારી કન્ટેન્ટ”). તમારી કન્ટેન્ટની સંપૂર્ણતા, સત્યતા, ચોકસાઈ અથવા વિશ્વસનીયતા માટે અમે કોઈ જવાબદારી લેતા નથી અને તેને સ્પષ્ટપણે કે ગર્ભિત રીતે સમર્થન આપતા નથી, તેને ટેકો આપતા નથી કે તેની ખાતરી આપતા નથી.

સેવાઓ પર તમારી કન્ટેન્ટ સબમિટ કરીને, તમે ખાતરી આપો છો અને બાંયધરી આપો છો કે આ શરતોમાં તમારી કન્ટેન્ટ માટે જણાવેલા અધિકારો આપવા માટે જરૂરી તમામ હકો, સત્તા અને અધિકાર તમારી પાસે છે. તમારી કન્ટેન્ટ માટે માત્ર તમે જ જવાબદાર હોવાથી, જો તમે જરૂરી તમામ હકો વિના કન્ટેન્ટ પોસ્ટ કરો અથવા શેર કરો, તો તમે પોતાને કાનૂની જવાબદારીના જોખમમાં મૂકી શકો છો.

તમારી કન્ટેન્ટ પરના તમારી પાસે રહેલા માલિકીહકો તમારી પાસે જ રહે છે, પરંતુ તમે Reddit ને તે કન્ટેન્ટનો ઉપયોગ કરવા માટે નીચે મુજબનું લાઇસન્સ આપો છો:

જ્યારે તમારી કન્ટેન્ટ સેવાઓ સાથે બનાવવામાં આવે અથવા સેવાઓ પર સબમિટ કરવામાં આવે, ત્યારે તમે અમને વિશ્વભરમાં, રૉયલ્ટી-મુક્ત, કાયમી, રદ ન કરી શકાય તેવું, બિન-વિશિષ્ટ, ટ્રાન્સફર કરી શકાય તેવું અને સબલાઇસન્સ આપી શકાય તેવું લાઇસન્સ આપો છો, જેથી અમે વિશ્વમાં અત્યારે જાણીતા અથવા ભવિષ્યમાં વિકસાવવામાં આવનારા તમામ મીડિયા ફૉર્મેટ્સ અને ચૅનલ્સ પર તમારી કન્ટેન્ટ તથા તમારી કન્ટેન્ટ સાથે આપવામાં આવેલું કોઈપણ નામ, યુઝરનેમ, અવાજ અથવા દેખાવનો ઉપયોગ, કૉપિ, ફેરફાર, અનુકૂલન, તેમાંથી વ્યુત્પન્ન કૃતિઓ તૈયાર, વિતરણ, સંગ્રહ, પ્રદર્શન અને પ્રસ્તુતિ કરી શકીએ. આ લાઇસન્સમાં Reddit સાથે ભાગીદારી કરતી અન્ય કંપનીઓ, સંસ્થાઓ અથવા વ્યક્તિઓ દ્વારા સિન્ડિકેશન, બ્રોડકાસ્ટ, વિતરણ અથવા પ્રકાશન માટે તમારી કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવવાનો અમારો અધિકાર પણ શામેલ છે. ઉદાહરણ તરીકે, આ લાઇસન્સમાં અમારી જાહેર કન્ટેન્ટ નીતિમાં વધુ વર્ણવ્યા મુજબ, AI અને મશીન લર્નિંગ મૉડલ્સને તાલીમ આપવા માટે તમારી કન્ટેન્ટનો ઉપયોગ કરવાનો અધિકાર પણ શામેલ છે.તમે એ વાત સાથે પણ સંમત થાઓ છો કે અમે તમારી કન્ટેન્ટ સાથે સંકળાયેલો મેટાડેટા દૂર કરી શકીએ છીએ અને તમે તમારી કન્ટેન્ટ સંબંધિત નૈતિક અધિકારો અથવા નામના ઉલ્લેખ અંગેના કોઈપણ દાવા અને હકદાવાઓનો અફર રીતે ત્યાગ કરો છો.

Reddit અથવા અમારી સેવાઓ વિશે તમે અમને આપેલા કોઈપણ વિચારો, સૂચનો અને પ્રતિસાદ સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે અને તમે સંમત થાઓ છો કે Reddit તમને કોઈ વળતર આપ્યા વિના અથવા તમારા પ્રત્યે કોઈ જવાબદારી વિના આવા વિચારો, સૂચનો અને પ્રતિસાદનો ઉપયોગ કરી શકે છે.

તમારી કન્ટેન્ટની તપાસ, એડિટ અથવા દેખરેખ રાખવાની અમારી કોઈ જવાબદારી નથી, તેમ છતાં અમે અમારા સંપૂર્ણ વિવેકાધિકારથી, કોઈપણ સમયે અને કોઈપણ કારણસર, તમારી કન્ટેન્ટ ડિલીટ કરી શકીએ છીએ, તેને કમાણી માટે અયોગ્ય જાહેર કરી શકીએ છીએ અથવા તેને દૂર કરી શકીએ છીએ. તેમાં આ શરતો, અમારા Reddit ના નિયમો, અથવા અમારી અન્ય શરતો અને નીતિઓનું ઉલ્લંઘન કરવાના કિસ્સાઓ,અથવા અન્ય કોઈ રીતે તમે અમારા માટે કાનૂની જવાબદારી ઊભી કરો અથવા ઊભી કરવાની શક્યતા હોય તેવા કિસ્સાઓનો પણ સમાવેશ થાય છે.

કન્ટેન્ટ મોડરેશન પ્રત્યે Reddit ના અભિગમ વિશે વધુ માહિતી માટે, જેમાં અમે અમારા Reddit ના નિયમો કેવી રીતે લાગુ કરીએ છીએ અને કન્ટેન્ટ મોડરેશનના નિર્ણયો સામે અપીલ કેવી રીતે કરવી તેનો સમાવેશ થાય છે, અમારા મદદ કેન્દ્રની મુલાકાત લેવા વિનંતી છે.

6. તૃતીય-પક્ષનું કન્ટેન્ટ, જાહેરાતો અને પ્રમોશન્સ

સેવાઓમાં તૃતીય પક્ષની વેબસાઇટ્સ, ઉત્પાદનો અથવા સેવાઓની લિંક્સ હોઈ શકે છે, જે જાહેરાતકર્તાઓ, અમારા સહયોગીઓ, અમારા ભાગીદારો અથવા અન્ય યુઝર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવી હોઈ શકે છે (“તૃતીય પક્ષની કન્ટેન્ટ”). તૃતીય પક્ષની કન્ટેન્ટ અમારા નિયંત્રણ હેઠળ નથી અને કોઈપણ તૃતીય પક્ષની વેબસાઇટ્સ, ઉત્પાદનો અથવા સેવાઓ માટે અમે જવાબદાર નથી. તૃતીય પક્ષની કન્ટેન્ટનો ઉપયોગ તમે તમારા પોતાના જોખમે કરો છો અને આવી તૃતીય પક્ષની કન્ટેન્ટના સંબંધમાં કોઈપણ વ્યવહાર આગળ ધપાવતા પહેલાં તમને જરૂરી લાગે તેવી તપાસ તમારે કરવી જોઈએ.

સેવાઓમાં પ્રાયોજિત તૃતીય પક્ષની કન્ટેન્ટ અથવા જાહેરાતો પણ હોઈ શકે છે. જાહેરાતોનો પ્રકાર, પ્રમાણ અને લક્ષ્યાંક નક્કી કરવાની રીત બદલાઈ શકે છે, અને તમે સ્વીકારો છો તથા સંમત થાઓ છો કે સેવાઓ પર કોઈપણ કન્ટેન્ટ અથવા માહિતી દર્શાવવાની સાથે અમે જાહેરાતો મૂકી શકીએ છીએ, જેમાં તમારી કન્ટેન્ટનો પણ સમાવેશ થાય છે.

જો તમે કોઈ પ્રમોશન ચલાવવા માટે સેવાઓનો ઉપયોગ કરવાનું પસંદ કરો, જેમાં કોન્ટેસ્ટ અથવા સ્વીપસ્ટેક્સ (“પ્રમોશન”)નો સમાવેશ થાય છે, તો લાગુ પડતા બધા કાયદાઓ અને નિયમોનું પાલન કરીને પ્રમોશન ચલાવવાની સંપૂર્ણ જવાબદારી ફક્ત તમારી રહેશે. આમાં સત્તાવાર નિયમો, ઑફરની શરતો અને પાત્રતાની આવશ્યકતાઓ તૈયાર કરવી, તેમજ પ્રમોશનને નિયંત્રિત કરતા લાગુ પડતા કાયદાઓ, નિયમો અને વિનિયમોનું પાલન કરવું (જેમ કે લાઇસન્સ, નોંધણીઓ, બોન્ડ્સ અને નિયમનકારી મંજૂરી) સામેલ છે. તમારા પ્રમોશનમાં સ્પષ્ટપણે જણાવવું આવશ્યક છે કે Reddit આ પ્રમોશનને પ્રાયોજિત કરતું નથી, તેનું સમર્થન કરતું નથી કે તેની સાથે સંકળાયેલું નથી, અને તમારા પ્રમોશનના નિયમોમાં દરેક પ્રવેશકર્તા અથવા સહભાગી દ્વારા પ્રમોશન સંબંધિત કોઈપણ જવાબદારીમાંથી Reddit ને મુક્ત કરવાની જોગવાઈ હોવી આવશ્યક છે. તમે સ્વીકારો છો અને સંમત થાઓ છો કે અમે તમારા પ્રમોશનમાં કોઈપણ રીતે મદદ કરીશું નહીં, અને તમે તમારા પોતાના જોખમે પ્રમોશન ચલાવવા માટે સંમત થાઓ છો.

7. એવી વસ્તુઓ જે તમે કરી શકતા નથી

સેવાઓનો ઉપયોગ કરતી વખતે અથવા તેની ઍક્સેસ લેતી વખતે, તમારે આ શરતો અને બધા લાગુ પડતા કાયદાઓ, નિયમો અને વિનિયમોનું પાલન કરવું આવશ્યક છે. સંદર્ભ દ્વારા આ શરતોમાં સમાવિષ્ટ અને તેનો એક ભાગ બનેલા Reddit ના નિયમોની સમીક્ષા કરવા વિનંતી છે, જેમાં પ્રતિબંધિત કન્ટેન્ટ અને વર્તન સંબંધિત અમારા નિયમો સામેલ છે. ઉપરાંત Reddit ના નિયમોમાં પ્રતિબંધિત બાબતો , તમે નીચેની કોઈપણ પ્રવૃત્તિ કરી શકતા નથી:

  • સેવાઓમાં દખલ કરી શકે, તેને નિષ્ક્રિય કરી શકે, વિક્ષેપ પાડી શકે, તેના પર વધુ પડતો ભાર મૂકી શકે અથવા અન્ય રીતે તેને નુકસાન પહોંચાડી શકે તેવી કોઈપણ રીતે (બૉટ્સ દ્વારા અથવા અન્યથા, ઑટોમેટેડ રીતે સહિત) સેવાઓનો ઉપયોગ કરવો;
  • અન્ય યુઝરના એકાઉન્ટ અથવા સેવાઓના કોઈપણ બિન-જાહેર ભાગોની ઍક્સેસ મેળવવી (અથવા ઍક્સેસ મેળવવાનો પ્રયાસ કરવો), જેમાં સેવાઓ સાથે જોડાયેલ અથવા સેવાઓ સાથે ઉપયોગમાં લેવાતી કમ્પ્યુટર સિસ્ટમ્સ અથવા નેટવર્ક્સનો સમાવેશ થાય છે;
  • સેવાઓમાં દખલ કરવાના હેતુથી કોઈપણ વાયરસ, વૉર્મ્સ, દૂષિત કોડ અથવા અન્ય સોફ્ટવેર, જેમાં તેની સુરક્ષા-સંબંધિત ફીચર્સનો સમાવેશ થાય છે, તેને સેવાઓમાં અથવા તેના દ્વારા અપલોડ, ટ્રાન્સમિટ અથવા વિતરિત કરવા;
  • લાગુ કાયદાનું ઉલ્લંઘન કરવા અથવા કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થાની બૌદ્ધિક સંપદા અથવા અન્ય કોઈપણ માલિકી અધિકારોનું ઉલ્લંઘન કરવા માટે સેવાઓનો ઉપયોગ કરવો;
  • આ શરતોમાં અથવા Reddit સાથેના અલગ કરારમાં પરવાનગી આપવામાં આવી હોય તે સિવાય, કોઈપણ રીતે (ઑટોમેટેડ રીતે અથવા અન્યથા) સેવાઓમાંથી ડેટા ઍક્સેસ કરવો, શોધવો અથવા એકત્રિત કરવો (અમે અમારી robots.txt ફાઇલમાં નિર્ધારિત પરિમાણો અનુસાર સેવાઓને ક્રૉલ કરવાની શરતી પરવાનગી આપીએ છીએ, પરંતુ Reddit ની અગાઉથી લેખિત સંમતિ વિના સેવાઓમાંથી સ્ક્રેપિંગ કરવું પ્રતિબંધિત છે); અથવા
  • સેવાઓનો એવી કોઈપણ રીતે ઉપયોગ કરવો, જેને અમે વ્યાજબી રીતે Reddit અથવા કોઈપણ ચુકવણી પ્રણાલીનો દુરુપયોગ અથવા છેતરપિંડી માનીએ.

આ શરતો અથવા અમારા Reddit ના નિયમોનું ઉલ્લંઘન કરે છે એવું તમને લાગતું હોય તેવા કન્ટેન્ટ અથવા વર્તનની રિપોર્ટ કરવા માટે અમે તમને પ્રોત્સાહિત કરીએ છીએ. અમે સુરક્ષા સંબંધિત નબળાઈઓના જવાબદાર રિપોર્ટિંગને પણ સમર્થન આપીએ છીએ. સુરક્ષા સંબંધિત સમસ્યાની જાણ કરવા માટે, ઇમેઇલ દ્વારા security@reddit.com પર સંપર્ક કરવાની વિનંતી છે.

8. મોડરેટર્સ

subreddit ને મોડરેટ કરવું એ બિનસત્તાવાર, સ્વૈચ્છિક હોદ્દો છે, જે સેવાઓના યુઝર્સ માટે ઉપલબ્ધ હોઈ શકે છે. મોડરેટર્સ દ્વારા લેવામાં આવતી ક્રિયાઓ માટે અમે જવાબદાર નથી. આ શરતોના ભંગ સહિત, કોઈપણ કારણસર અથવા કોઈ કારણ વિના, કોઈપણ સમયે યુઝરની મોડરેટ કરવાની ક્ષમતા રદ કરવાનો અથવા મર્યાદિત કરવાનો અધિકાર અમે અનામત રાખીએ છીએ.

જો તમે subreddit ને મોડરેટ કરવાનું પસંદ કરો છો:

  • મોડરેટર માટેની આચાર સંહિતાનું પાલન કરવા તમે સંમત થાઓ છો;
  • તમે સંમત થાઓ છો કે તમે જે subreddit ને મોડરેટ કરો છો તેના સંબંધિત રિપોર્ટ્સ પ્રાપ્ત થશે, ત્યારે તમે યોગ્ય પગલાં લેશો, જેમાં નીતિનું ઉલ્લંઘન કરતી કન્ટેન્ટને દૂર કરવું અને/અથવા સમીક્ષા માટે તાત્કાલિક Reddit ને મોકલવું શામેલ હોઈ શકે છે;
  • તમે Reddit વતી કાર્ય કરવા માટે અધિકૃત નથી, અને એવું પણ રજૂ કરી શકતા નથી કે તમે છો;
  • અમારી લેખિત મંજૂરી વિના, તમે Reddit અથવા તમે જે subreddit ને મોડરેટ કરો છો તેના વતી કોઈ તૃતીય પક્ષ સાથે કોઈ કરાર કરી શકતા નથી;
  • તમે તૃતીય પક્ષો તરફથી કોઈપણ પ્રકારના વળતર, બદલામાં મળતા લાભ, ભેટ અથવા ઉપકારના બદલામાં મોડરેશનની ક્રિયાઓ કરી શકતા નથી;
  • જો તમારી પાસે subreddit ને મોડરેટ કરવાના પરિણામે બિનજાહેર માહિતીની ઍક્સેસ હોય, તો તમે આવી માહિતીનો ઉપયોગ માત્ર મોડરેટર તરીકેની તમારી કામગીરીના સંબંધમાં જ કરશો; અને
  • તમે જે subreddits ને મોડરેટ કરો છો તેના માટે તમે નિયમો બનાવી અને લાગુ કરી શકો છો, જો કે આવા નિયમો આ શરતો,Reddit ના નિયમોઅથવા મોડરેટર માટેની આચાર સંહિતાસાથે વિરોધાભાસ ધરાવતા ન હોય.

Reddit ને કોઈપણ મોડરેટરની ક્રિયા અથવા નિર્ણયને રદ કરવાનો અધિકાર છે, પરંતુ તે માટે તે બંધાયેલું નથી, જો Reddit પોતાના વિવેકાધિકારથી એવું માને કે આવી ક્રિયા અથવા નિર્ણય Reddit અથવા Reddit કોમ્યુનિટીના હિતમાં નથી.

9. કૉપિરાઇટ, ટ્રેડમાર્ક, DMCA, અને ટેકડાઉન્સ

Reddit અન્ય લોકોની બૌદ્ધિક સંપદાનો આદર કરે છે અને અમારી સેવાઓનો ઉપયોગ કરતા યુઝર્સ પણ એવું જ કરે તે જરૂરી માને છે. અમારી પાસે એક નીતિ છે, જેમાં સેવાઓમાંથી ઉલ્લંઘન કરતું કોઈપણ કન્ટેન્ટ દૂર કરવાની અને યોગ્ય સંજોગોમાં, વારંવાર ઉલ્લંઘન કરતા અમારી સેવાઓના યુઝર્સનું એકાઉન્ટ સમાપ્ત કરવાની જોગવાઈ છે. જો તમને લાગે કે અમારી સેવાઓ પરનું કોઈપણ કન્ટેન્ટ તમારા માલિકીહક હેઠળના અથવા તમારા નિયંત્રણ હેઠળના કૉપિરાઇટ અથવા ટ્રેડમાર્કનું ઉલ્લંઘન કરે છે, તો તમે અમારું કૉપિરાઇટ રિપોર્ટ ફોર્મ અથવાટ્રેડમાર્ક રિપોર્ટ ફોર્મ ભરીને Reddit ના નિયુક્ત પ્રતિનિધિને જાણ કરી શકો છો, અથવા નીચેના સરનામે સંપર્ક કરી શકો છો:

કૉપિરાઇટ એજન્ટ
Reddit, Inc.
303 2nd સ્ટ્રીટ, સ્યુટ 500S
સાન ફ્રાન્સિસ્કો, CA 94107
copyright@reddit.com

યોગ્ય નોટિફિકેશન માટેની આવશ્યકતાઓ જાણવા17 U.S.C. § 512(c)(3)જુઓ. ઉપરાંત, નોટ કરવા વિનંતી છે કે જો તમે જાણીજોઈને ખોટો દાવો કરો કે અમારી સેવાઓ પરની કોઈપણ ઍક્ટિવિટી અથવા કન્ટેન્ટ ઉલ્લંઘન કરે છે, તો તેના કારણે થતા અમુક ખર્ચ અને નુકસાન માટે તમે Reddit પ્રત્યે જવાબદાર બની શકો છો.

જો અમે કૉપિરાઇટ અથવા ટ્રેડમાર્ક અંગેની નોટિસના જવાબમાં તમારી કન્ટેન્ટ દૂર કરીશું, તો અમે તમને નોટિફાય કરીશું. જો તમને લાગે કે કૉપિરાઇટ અંગેની નોટિસમાં થયેલી ભૂલ અથવા ખોટી ઓળખને કારણે તમારી કન્ટેન્ટ ખોટી રીતે દૂર કરવામાં આવી હતી, તો તમે અમારું કૉપિરાઇટ કાઉન્ટર નોટિસ ફોર્મ ભરીને અથવા અમારા કૉપિરાઇટ એજન્ટને (ઉપર આપેલી સંપર્ક માહિતી પર) કાઉન્ટર નોટિફિકેશન મોકલી શકો છો. યોગ્ય કાઉન્ટર નોટિફિકેશન માટેની આવશ્યકતાઓ જાણવા 17 U.S.C. § 512(g)(3) જોવા વિનંતી છે.

10. ચૂકવેલ સેવાઓ

સેવાઓના ઘણા પાસાઓનો ઉપયોગ કરવા માટે કોઈ ફી નથી. જોકે, કેટલીક સેવાઓ, ફીચર્સ અને ઉત્પાદનો ખરીદી માટે ઉપલબ્ધ હોઈ શકે છે (“પેઇડ સેવાઓ ”). આ શરતો ઉપરાંત, Reddit આર્થિક શરતો પણ પેઇડ સેવાઓ પર લાગુ પડે છે. પેઇડ સેવાઓ ખરીદીને અથવા તેનો ઉપયોગ કરીને, તમે આર્થિક શરતો અને, જો લાગુ પડતી હોય, તો પ્રિવ્યૂઝની શરતોસાથે પણ સંમત થાઓ છો.

11. બૌદ્ધિક સંપદા

સેવાઓની માલિકી Reddit પાસે છે અને તેનું સંચાલન Reddit દ્વારા કરવામાં આવે છે. Reddit દ્વારા પ્રદાન કરવામાં આવતી સેવાઓના વિઝ્યુઅલ ઇન્ટરફેસ, ગ્રાફિક્સ, ડિઝાઇન, સંકલન, માહિતી, ડેટા, કમ્પ્યુટર કોડ, ઉત્પાદનો, સેવાઓ, ટ્રેડમાર્ક્સ અને સેવાઓના અન્ય તમામ તત્ત્વો (“સામગ્રી”) બૌદ્ધિક સંપદા અને અન્ય કાયદાઓ હેઠળ સુરક્ષિત છે. સેવાઓમાં સમાવિષ્ટ બધી સામગ્રી Reddit અથવા તેના તૃતીય-પક્ષ લાઇસન્સ આપનારાઓની મિલકત છે. તમે સ્વીકારો છો અને સંમત થાઓ છો કે સામગ્રી ડાઉનલોડ કરીને અથવા પેઇડ સેવાઓ ખરીદીને તમને કોઈપણ પ્રકારના માલિકી હકો પ્રાપ્ત થશે નહીં. Reddit દ્વારા સ્પષ્ટપણે અધિકૃત કરવામાં આવ્યું હોય તે સિવાય અને Reddit નીબ્રાન્ડ માર્ગદર્શિકાને આધીન રહીને, તમે સામગ્રીનો ઉપયોગ કરી શકતા નથી. આ શરતોમાં સ્પષ્ટપણે આપવામાં ન આવ્યા હોય તેવા સામગ્રી સંબંધિત બધા હકો Reddit અનામત રાખે છે.

12. ક્ષતિપૂર્તિ

કાયદા દ્વારા પ્રતિબંધિત હોય તે હદ સિવાય, તમે Reddit, તેની સંલગ્ન સંસ્થાઓ અને તેમના સંબંધિત ડિરેક્ટર્સ, અધિકારીઓ, કર્મચારીઓ, સંલગ્ન સંસ્થાઓ, એજન્ટ્સ, કોન્ટ્રાક્ટર્સ, તૃતીય-પક્ષ સેવા પ્રદાતાઓ અને લાઇસન્સ આપનારાઓ (“Reddit ની સંસ્થાઓ”) નો કોઈપણ તૃતીય પક્ષ દ્વારા કરવામાં આવેલા દાવા અથવા માગણીથી, તેમજ તેનાથી સંબંધિત કોઈપણ જવાબદારી, નુકસાન, હાનિ અને ખર્ચથી (ખર્ચ અને વકીલની ફી સહિત) બચાવ કરવા, વળતર આપવા અને તેમને હાનિથી મુક્ત રાખવા સંમત થાઓ છો, જો તે (a) સેવાઓના તમારા ઉપયોગને કારણે; (b) આ શરતોના તમારા ઉલ્લંઘનને કારણે; (c) લાગુ પડતા કાયદાઓ અથવા નિયમનોના તમારા ઉલ્લંઘનને કારણે; અથવા (d) તમારા કન્ટેન્ટને કારણે ઉદ્ભવતા હોય અથવા તેની સાથે સંબંધિત હોય. જે કોઈપણ બાબત માટે અમારે તમને વળતર આપવું જરૂરી હોય, તેના બચાવને નિયંત્રિત કરવાનો અધિકાર અમે અનામત રાખીએ છીએ, અને તમે આ દાવાઓના અમારા બચાવમાં સહકાર આપવા સંમત થાઓ છો.

13. અસ્વીકરણો અને જવાબદારીની મર્યાદા

આ શરતો સેવાઓના યુઝર તરીકે તમને મળી શકે તેવા કાનૂની અધિકારોને અસર કરશે નહીં. કેટલાક દેશો, રાજ્યો, પ્રાંતો અથવા અન્ય અધિકારક્ષેત્રો આ વિભાગમાં જણાવ્યા મુજબ અમુક વૉરંટીનો અસ્વીકાર અથવા જવાબદારીની મર્યાદા નક્કી કરવાની મંજૂરી આપતા નથી, તેથી નીચેની શરતો તમને સંપૂર્ણપણે લાગુ ન પણ પડે. તેના બદલે, આવા અધિકારક્ષેત્રોમાં નીચેના અસ્વીકરણો અને મર્યાદાઓ ત્યાંના કાયદા દ્વારા મંજૂર હદ સુધી જ લાગુ પડશે.

સેવાઓ “જેમ છે તેમ” અને “ઉપલબ્ધ હોય તે પ્રમાણે” પૂરી પાડવામાં આવે છે. તેમાં કોઈપણ પ્રકારની સ્પષ્ટ, ગર્ભિત, કાનૂની અથવા વૈધાનિક રજૂઆતો, વૉરંટી અથવા શરતો આપવામાં આવતી નથી. તેમાં વેપારયોગ્યતા, માલિકીહક, કોઈ ચોક્કસ હેતુ માટેની યોગ્યતા અને અધિકારોના ઉલ્લંઘનનો અભાવ સંબંધિત ગર્ભિત વૉરંટીઓનો પણ સમાવેશ થાય છે. Reddit ની સંસ્થાઓ ખાતરી આપતી નથી કે સેવાઓ સચોટ, સંપૂર્ણ, વિશ્વસનીય, અદ્યતન અથવા ભૂલમુક્ત છે. Reddit સેવાઓ પર ઉપલબ્ધ અથવા તેની સાથે લિંક કરેલી કોઈપણ કન્ટેન્ટ કે કોઈપણ તૃતીય પક્ષ અથવા યુઝરની ક્રિયાઓ પર નિયંત્રણ રાખતું નથી, તેનું સમર્થન કરતું નથી કે તેની જવાબદારી સ્વીકારતું નથી; આમાં મોડરેટર્સનો પણ સમાવેશ થાય છે. Reddit અમારી સેવાઓનો તમારો ઍક્સેસ અને ઉપયોગ સુરક્ષિત બનાવવાનો પ્રયાસ કરે છે, તેમ છતાં અમે એવું કોઈ નિવેદન કે ખાતરી આપતા નથી કે અમારી સેવાઓ અથવા સર્વર્સ વાયરસ અથવા અન્ય હાનિકારક ઘટકોથી મુક્ત છે.

કોઈપણ સંજોગોમાં Reddit ની કોઈપણ સંસ્થા આ શરતો અથવા સેવાઓમાંથી ઉદ્ભવતા અથવા તેમની સાથે સંબંધિત કોઈપણ પરોક્ષ, પરિણામસ્વરૂપ, ઉદાહરણરૂપ, આકસ્મિક, વિશેષ અથવા દંડાત્મક નુકસાન માટે અથવા નફાના નુકસાન માટે તમારી પ્રત્યે જવાબદાર રહેશે નહીં. આમાં સેવાઓ પર ઉપલબ્ધ કરાવવામાં આવેલી એવી કન્ટેન્ટમાંથી ઉદ્ભવતા અથવા તેની સાથે સંબંધિત નુકસાનનો પણ સમાવેશ થાય છે, જેના વિશે બદનક્ષીભરી, અપમાનજનક અથવા ગેરકાયદેસર હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હોય. સેવાઓનો ઍક્સેસ મેળવવો અને તેનો ઉપયોગ કરવો એ તમારા પોતાના વિવેક અને જોખમે છે, અને તમારા ડિવાઇસ અથવા કમ્પ્યુટર સિસ્ટમને થતા કોઈપણ નુકસાન અથવા તેના પરિણામે ડેટા ગુમાવવા માટે તમે સંપૂર્ણપણે જવાબદાર રહેશો. કોઈપણ સંજોગોમાં Reddit ની સંસ્થાઓની કુલ જવાબદારી એક સો યુ.એસ. ડૉલર ($100) અથવા દાવાને જન્મ આપતી સેવાઓ માટે તમે અગાઉના છ મહિનામાં Reddit ને ચૂકવેલી કોઈપણ રકમ — આ બેમાંથી જે રકમ વધુ હોય તેનાથી વધુ નહીં હોય. આ વિભાગમાં જણાવેલી મર્યાદાઓ જવાબદારીના કોઈપણ આધાર પર લાગુ પડશે, જેમાં વૉરંટી, કરાર, કાયદા, અપકૃત્ય, બેદરકારી, કડક જવાબદારી અથવા અન્ય કોઈ આધારનો સમાવેશ થાય છે. Reddit ની સંસ્થાઓને આવા કોઈપણ નુકસાનની શક્યતા વિશે જાણ કરવામાં આવી હોય અને આ શરતોમાં જણાવેલો કોઈપણ ઉપાય તેના મૂળભૂત હેતુને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયો હોવાનું જણાય, તો પણ આ મર્યાદાઓ લાગુ પડશે.

14. લાગુ કાયદો અને અધિકારક્ષેત્ર

અમે ઇચ્છીએ છીએ કે તમે Reddit નો આનંદ માણો, તેથી જો તમને કોઈ સમસ્યા હોય અથવા વિવાદ થાય, તો તમે તે અમારી સમક્ષ રજૂ કરવા અને અનૌપચારિક રીતે તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવા સંમત થાઓ છો. તમે તમારા પ્રતિસાદ અને ચિંતાઓ સાથેઅહીં અમારો સંપર્ક કરી શકો છો.

લાગુ પડતા કાયદા દ્વારા મંજૂર મહત્તમ હદ સુધી, આ શરતો અથવા સેવાઓમાંથી ઉદ્ભવતા અથવા તેમની સાથે સંબંધિત તમારા દ્વારા કરવામાં આવેલા કોઈપણ દાવા કેલિફોર્નિયા રાજ્યના કાયદાઓ દ્વારા સંચાલિત થશે, તેના કાયદાના સંઘર્ષને લગતા નિયમોને ધ્યાનમાં લીધા વિના; આ શરતો અથવા સેવાઓ સાથે સંબંધિત તમામ વિવાદો ફક્ત સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયામાં આવેલી સંઘીય અથવા રાજ્ય અદાલતોમાં જ રજૂ કરવામાં આવશે, અને તમે તથા Reddit આ અદાલતોના વ્યક્તિગત અધિકારક્ષેત્રને સંમતિ આપો છો.

જો તમે યુ.એસ.ની કોઈ શહેર, કાઉન્ટી અથવા રાજ્ય સરકારની સંસ્થા હો, તો આ કલમ 14 તમને લાગુ પડતી નથી. જો તમે યુ.એસ.ની ફેડરલ સરકારની સંસ્થા હો, તો આ શરતો અથવા સેવાઓમાંથી ઉદ્ભવતા અથવા તેમની સાથે સંબંધિત કોઈપણ દાવા યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના કાયદાઓ દ્વારા સંચાલિત થશે, તેના કાયદાના સંઘર્ષને લગતા નિયમોને ધ્યાનમાં લીધા વિના. સંઘીય કાયદા દ્વારા મંજૂર હદ સુધી, લાગુ પડતો સંઘીય કાયદો ન હોય ત્યારે કેલિફોર્નિયાના કાયદાઓ (તેના કાયદાના સંઘર્ષને લગતા નિયમો સિવાય) લાગુ પડશે. આ શરતો અથવા સેવાઓ સાથે સંબંધિત બધા વિવાદો ફક્ત સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયામાં આવેલી સંઘીય અથવા રાજ્ય અદાલતોમાં જ રજૂ કરવામાં આવશે.

15. આ શરતોમાં ફેરફાર

અમે સમયાંતરે આ શરતોમાં ફેરફારો કરી શકીએ છીએ. જો અમે ફેરફારો કરીશું, તો અમે સુધારેલી શરતો પોસ્ટ કરીશું અને ઉપરની અમલમાં આવ્યાની તારીખ અપડેટ કરીશું. જો અમારા સંપૂર્ણ વિવેકાધિકાર મુજબ ફેરફારો મહત્ત્વપૂર્ણ હોય, તો અમે તમારા એકાઉન્ટ સાથે સંકળાયેલા ઇમેઇલ સરનામા પર ઇમેઇલ મોકલીને (જો તમે ચકાસાયેલ ઇમેઇલ સરનામું આપવાનું પસંદ કર્યું હોય) અથવા અમારી સેવાઓ દ્વારા અન્ય રીતે તમને નોટિસ આપીને પણ જાણ કરી શકીએ છીએ. સુધારેલી શરતોની અમલમાં આવ્યાની તારીખે અથવા તે પછી પણ સેવાઓની ઍક્સેસ ચાલુ રાખીને અથવા તેનો ઉપયોગ ચાલુ રાખીને, તમે સુધારેલી શરતોથી બંધનકર્તા થવા માટે સંમત થાઓ છો. જો તમે સુધારેલી શરતો સાથે સંમત ન હોવ, તો ફેરફારો અમલમાં આવે તે પહેલાં તમારે અમારી સેવાઓની ઍક્સેસ લેવાનું અને તેનો ઉપયોગ કરવાનું બંધ કરવું આવશ્યક છે.

16. વધારાની શરતો

અમે વિવિધ સેવાઓ પ્રદાન કરીએ છીએ, તેથી Reddit દ્વારા પ્રદાન કરવામાં આવતા કોઈ ચોક્કસ ઉત્પાદન અથવા સેવાનો ઉપયોગ કરતા પહેલાં તમને વધારાની શરતો, નીતિઓ, માર્ગદર્શિકાઓ અથવા નિયમો (સામૂહિક રીતે, “વધારાની શરતો”) સાથે સંમત થવાનું કહેવામાં આવી શકે છે. સંદર્ભ દ્વારા બધી વધારાની શરતો આ શરતોમાં સમાવિષ્ટ થાય છે અને તેનો એક ભાગ બને છે, અને જો કોઈ વધારાની શરતો આ શરતો સાથે વિરોધાભાસ ધરાવતી હોય, તો સંબંધિત સેવાઓના તમારા ઉપયોગના સંદર્ભમાં વધારાની શરતો લાગુ પડશે.

  • જો તમે કોઈપણ પેઇડ સેવાઓ અથવા ડિજિટલ ગુડ્સનો ઉપયોગ કરો છો, તો તમારે Reddit આર્થિક શરતો સાથે પણ સંમત થવું આવશ્યક છે.
  • જો તમે કોઈપણ પ્રિવ્યૂ ફીચર્સનો ઉપયોગ કરો છો, તો તમારજો તમે કોઈપણ પ્રિવ્યૂ ફીચર્સનો ઉપયોગ કરો છો, તો તમારે Reddit પ્રિવ્યૂઝની શરતો.
  • જો તમે સેવાઓ પર જાહેરાત કરો છો, તો તમારે Reddit જાહેરાત પ્લેટફોર્મની શરતોસાથે પણ સંમત થવું આવશ્યક છે .
  • જો તમે અમારી કોઈપણ ડેવલપર સેવાઓ (અમારા API સહિત) નો ઉપયોગ કરો છો, તો તમારે Reddit ડેવલપર શરતોસાથે પણ સંમત થવું આવશ્યક છે .
  • જો તમે Reddit ના એવા કોઈપણ પ્રોગ્રામમાં ભાગ લો છો, જેના પર વધારાની શરતો લાગુ પડે છે (દા.ત., કોઈપણ કમાણીના પ્રોગ્રામ માટે કમાણીની શરતો), તો તમારે તે વધારાની શરતો સાથે પણ સંમત થવું આવશ્યક છે.
17. સમાપ્તિ

તમે તમારું એકાઉન્ટ ડિલીટ કરીને અને બધી સેવાઓનો ઉપયોગ બંધ કરીને કોઈપણ સમયે અને કોઈપણ કારણસર આ શરતો સમાપ્ત કરી શકો છો. જો તમે તમારું એકાઉન્ટ ડિલીટ કર્યા વિના સેવાઓનો ઉપયોગ બંધ કરો છો, તો લાંબા સમય સુધી નિષ્ક્રિય રહેવાને કારણે તમારું એકાઉન્ટ નિષ્ક્રિય કરવામાં આવી શકે છે.

લાગુ પડતા કાયદા દ્વારા મંજૂર મહત્તમ હદ સુધી, અમે કોઈપણ સમયે, કોઈપણ કારણસર અથવા કોઈ કારણ વિના, તમારું એકાઉન્ટ, મોડરેટરનો દરજ્જો અથવા સેવાઓ ઍક્સેસ કરવાની કે તેનો ઉપયોગ કરવાની તમારી ક્ષમતા સસ્પેન્ડ અથવા સમાપ્ત કરી શકીએ છીએ. તેમાં આ શરતો અથવા અમારા Reddit ના નિયમોનું ઉલ્લંઘન કરવાનો પણ સમાવેશ થાય છે.

આ શરતો અથવા તમારા એકાઉન્ટની કોઈપણ સમાપ્તિ પછી નીચેના વિભાગો અમલમાં રહેશે: 5 (તમારી કન્ટેન્ટ), 7 (તમે જે કરી શકતા નથી), 12 (વળતરની જવાબદારી), 13 (અસ્વીકરણો અને જવાબદારીની મર્યાદા), 14 (લાગુ પડતો કાયદો અને ન્યાયક્ષેત્ર), 17 (સમાપ્તિ) અને 18 (વિવિધ જોગવાઈઓ).

18.વિવિધ બાબતો

આ શરતો, ગોપનીયતા નીતિઅને સંદર્ભ દ્વારા આ શરતોમાં સ્પષ્ટપણે સમાવિષ્ટ અન્ય કોઈપણ કરારો, સેવાઓની ઍક્સેસ મેળવવા અને તેનો ઉપયોગ કરવા સંબંધિત તમારી અને અમારી વચ્ચેના સંપૂર્ણ કરારની રચના કરે છે. આ શરતોના કોઈપણ અધિકાર અથવા જોગવાઈનો ઉપયોગ કરવામાં અથવા તેને લાગુ કરવામાં અમારી નિષ્ફળતા એ અધિકાર અથવા જોગવાઈનો ત્યાગ ગણાશે નહીં. જો આ શરતોનો કોઈપણ ભાગ અમાન્ય અથવા લાગુ ન કરી શકાય તેવો ઠરાવવામાં આવે, તો તે ભાગને શક્ય તેટલી મહત્તમ હદ સુધી અસરકારક બનાવવામાં આવશે અને બાકીના ભાગો સંપૂર્ણ અમલમાં અને અસરકારક રહેશે. અમારી સંમતિ વિના તમે આ શરતો હેઠળના તમારા કોઈપણ અધિકારો અથવા જવાબદારીઓ સોંપી અથવા ટ્રાન્સફર કરી શકતા નથી. અમે આ શરતો હેઠળના અમારા કોઈપણ અધિકારો અને જવાબદારીઓ મુક્તપણે સોંપી શકીએ છીએ.

આ શરતોમાં શીર્ષકોનો ઉપયોગ ફક્ત સંદર્ભ માટે કરવામાં આવ્યો છે અને તેનું અર્થઘટન કરતી વખતે તેમને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. આ શરતોના હેતુઓ માટે: (a) “સમાવેશ કરવો,” “સમાવે છે” અને “સમાવેશ કરતા” શબ્દોની પાછળ “મર્યાદા વિના” શબ્દો છે એવું માનવામાં આવશે; (b) “જેમ કે,” “ઉદાહરણ તરીકે,” “દા.ત.” અને આ શબ્દોના કોઈપણ રૂપનો અર્થ ઉદાહરણ તરીકે થશે અને આ શબ્દો પછી આવતી બાબતોને સંપૂર્ણ યાદી માનવામાં આવશે નહીં; અને (c) “અથવા” શબ્દનો ઉપયોગ “અને/અથવા”ના સમાવેશક અર્થમાં કરવામાં આવ્યો છે અને “અથવા,” “કોઈપણ” અને “બંનેમાંથી કોઈ એક” શબ્દોનો ઉપયોગ બાકાત રાખવાના અર્થમાં થતો નથી. કોઈ પક્ષે ભાષા તૈયાર કરી હોવાના દાવાના આધારે કોઈપણ અસ્પષ્ટતાનું અર્થઘટન તે પક્ષની વિરુદ્ધ કરવામાં આવશે નહીં.

આ શરતો તમારી અને Reddit, Inc. વચ્ચેનો કાયદેસર રીતે બંધનકર્તા કરાર છે. જો તમને આ શરતો વિશે કોઈ પ્રશ્નો હોય, તો અમારો સંપર્ક કરવા વિનંતી.

Reddit, Inc.
303 2nd સ્ટ્રીટ, સ્યુટ 500S
સાન ફ્રાન્સિસ્કો, CA 94107
યુનાઇટેડ સ્ટેટ્સ

જો તમે EEA, યુનાઇટેડ કિંગડમ અથવા સ્વિટ્ઝર્લૅન્ડમાં રહો છો, તો Reddit યુઝર કરાર

નમસ્તે, Reddit યુઝર્સ અને ઇન્ટરનેટના લોકો! આ Reddit યુઝર કરાર (“શરતો”) વેબસાઇટ્સ, મોબાઇલ ઍપ્સ, વિજેટ્સ, APIs, ઇમેઇલ્સ અને અન્ય ઓનલાઇન ઉત્પાદનો અને સેવાઓ (સામૂહિક રીતે, “સેવાઓ”)ની તમારી ઍક્સેસ અને ઉપયોગ પર લાગુ પડે છે. જો તમે UKમાં રહેતા હો, તો તમે Reddit, Inc., 548 માર્કેટ સ્ટ્રીટ, #16093, સાન ફ્રાન્સિસ્કો, CA 94104 USA સાથે કરાર કરી રહ્યા છો. જો તમે EEA અથવા સ્વિટ્ઝર્લૅન્ડમાં રહેતા હો, તો તમે Reddit નેધરલેન્ડ્સ B.V., લોયર્સગ્રાખ્ટ 43, 1016 VR, એમ્સ્ટર્ડમ, નેધરલેન્ડ્સ સાથે કરાર કરી રહ્યા છો. “Reddit”, “અમે”, “અમને” અથવા “અમારા” ના બધા ઉલ્લેખો તમારા રહેઠાણના આધારે લાગુ પડતી સંસ્થાને દર્શાવે છે.

યાદ રાખો કે Reddit મનોરંજન માટે છે અને તેનો હેતુ તમને મનોરંજન પૂરું પાડવાનો છે, પરંતુ તેમ છતાં અમારે કેટલાક મૂળભૂત નિયમોની જરૂર છે. સેવાઓનો ઉપયોગ કરવા માટે, તમે આ શરતો સ્વીકારી હોવી આવશ્યક છે, જે: (a) તમે એકાઉન્ટ બનાવો ત્યારે તમને રજૂ કરવામાં આવે છે; અને (b) જ્યારે પણ તમે સેવાઓની ઍક્સેસ મેળવો ત્યારે હંમેશાં ઉપલબ્ધ હોય છે. જો તમે આ શરતો સ્વીકારતા ન હો, તો તમે અમારી સેવાઓની ઍક્સેસ મેળવી શકશો નહીં અથવા તેનો ઉપયોગ કરી શકશો નહીં.

1. સેવાઓની તમારી ઍક્સેસ

13 વર્ષથી ઓછી ઉંમરના કોઈપણ વ્યક્તિને સેવાઓનો ઉપયોગ કરવાની અથવા તેની ઍક્સેસ મેળવવાની મંજૂરી નથી. અમારી સેવાઓના કેટલાક ભાગોનો ઉપયોગ કરવા માટે તમારી ઉંમર વધુ હોવી જરૂરી છે. ઉદાહરણ તરીકે, Reddit પર પુખ્ત વયના લોકો માટેનું કન્ટેન્ટ જોવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી આવશ્યક છે. સેવાઓની ઍક્સેસ મેળવતી વખતે તમામ નોટિસ અને કોઈપણ વધારાની શરતો કાળજીપૂર્વક વાંચવા વિનંતી છે.

સેવાઓનો ઉપયોગ કરીને, તમે જણાવો છો કે:

  • તમારી ઉંમર ઓછામાં ઓછી 13 વર્ષ છે અને સેવાઓનો ઍક્સેસ મેળવવા તથા તેનો ઉપયોગ કરવા માટે તમારા નિવાસના દેશના કાયદા મુજબ જરૂરી લઘુત્તમ ઉંમર કરતાં વધુ છે;
  • તમે Reddit સાથે એક બંધનકર્તા કરાર કરી શકો છો, અથવા, જો તમારી ઉંમર 13 વર્ષથી વધુ છે પરંતુ તમે તમારા અધિકારક્ષેત્રમાં પુખ્ત વયના નથી, તો તમારા કાનૂની વાલીએ આ શરતોની સમીક્ષા કરી છે અને તેઓ તેની સાથે સંમત છે;
  • બધા લાગુ કાયદાઓ હેઠળ તમને સેવાઓનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી; અને
  • તમને સેવાઓમાંથી કાયમી ધોરણે સસ્પેન્ડ અથવા દૂર કરવામાં આવ્યા નથી.

જો તમે કોઈ અન્ય કાનૂની સંસ્થા, જેમાં વ્યવસાયિક અથવા સરકારી સંસ્થાનો સમાવેશ થાય છે, તેના વતી આ શરતો સ્વીકારતા હો, તો તમે ખાતરી આપો છો કે તમારી પાસે આવી સંસ્થાને આ શરતોથી બંધનકર્તા કરવાની સંપૂર્ણ કાનૂની સત્તા છે.

2. ગોપનીયતા

Reddit ની ગોપનીયતા નીતિ સમજાવે છે કે તમે અમારી સેવાઓની ઍક્સેસ કરો છો અથવા તેનો ઉપયોગ કરો છો ત્યારે અમે તમારા વિશેની માહિતી કેવી રીતે અને શા માટે એકત્રિત કરીએ છીએ, તેનો ઉપયોગ કરીએ છીએ અને તેને શેર કરીએ છીએ. તમે સમજો છો કે સેવાઓના તમારા ઉપયોગ દ્વારા, તમે ગોપનીયતા નીતિમાં જણાવ્યા મુજબ આ માહિતીના સંગ્રહ અને ઉપયોગ માટે સંમતિ આપો છો.

3. સેવાઓનો તમારો ઉપયોગ

આ શરતોનું સંપૂર્ણ અને સતત પાલન કરવાની શરતે, Reddit તમને વ્યક્તિગત, બિન-તબદીલીપાત્ર, બિન-વિશિષ્ટ, રદ કરી શકાય તેવું, મર્યાદિત લાઇસન્સ આપે છે, જેના હેઠળ તમે: (a) તમારા માલિકીના અથવા તમારા નિયંત્રણ હેઠળના મોબાઇલ ડિવાઇસ પર, કાયદેસરના માર્કેટપ્લેસમાંથી મેળવેલી, સેવાઓ સાથે સંકળાયેલી અમારી મોબાઇલ ઍપની એક કૉપી ઇન્સ્ટોલ કરી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો; અને (b) સેવાઓની ઍક્સેસ લઈ શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો. આ શરતો દ્વારા તમને સ્પષ્ટપણે આપવામાં ન આવેલા બધા અધિકારો અમે અનામત રાખીએ છીએ.

લાગુ પડતા કાયદા હેઠળ આવા પ્રતિબંધની મનાઈ હોય તેવા સંજોગો અને માત્ર તે હદ સુધી સિવાય, અમારી લેખિત સંમતિ વિના તમે નીચેની કોઈપણ બાબત કરી શકતા નથી:

  • સેવાઓ અથવા કન્ટેન્ટનું લાઇસન્સ આપવું, વેચાણ કરવું, ટ્રાન્સફર કરવું, સોંપવું, વિતરણ કરવું, હોસ્ટ કરવું અથવા અન્યથા વ્યાવસાયિક હેતુ માટે ઉપયોગ કરવો;
  • સેવાઓ અથવા કન્ટેન્ટના કોઈપણ ભાગમાં ફેરફાર કરવો, તેમાંથી નવી કૃતિઓ તૈયાર કરવી, ભાગોને છૂટા પાડવા, કોડમાં ફેરફાર કરીને તેને વાંચી શકાય તેવું બનાવવું અથવા તેની કાર્યપદ્ધતિને ઉલટાવીને સમજવાનો પ્રયાસ કરવો; અથવા
  • સમાન અથવા સ્પર્ધાત્મક વેબસાઇટ, ઉત્પાદન અથવા સેવા બનાવવા માટે સેવાઓ અથવા કન્ટેન્ટની ઍક્સેસ કરી શકશે નહીં, સિવાય કે કોઈપણ વધારાની શરતો (નીચે વ્યાખ્યાયિત કર્યા મુજબ) હેઠળ પરવાનગી આપવામાં આવી હોય.

અમે ખાતરી આપતા નથી કે સેવાઓ હંમેશાં ઉપલબ્ધ રહેશે અથવા તેમાં કોઈ વિક્ષેપ નહીં આવે. અમે અમારી સેવાઓમાં સતત સુધારા કરી રહ્યા છીએ. આનો અર્થ એ છે કે અમે ફીચર્સ, ઉત્પાદનો અથવા કાર્યક્ષમતાઓ ઉમેરી અથવા દૂર કરી શકીએ છીએ; અમે તમને અગાઉથી નોટિફાય કરવાનો પ્રયાસ કરીશું, પરંતુ તે હંમેશાં શક્ય નહીં હોય. અમે તમને નોટિસ આપીને અથવા આપ્યા વિના, કોઈપણ સમયે સેવાઓમાં (સંપૂર્ણપણે અથવા આંશિક રીતે) ફેરફાર કરવાનો, તેને સસ્પેન્ડ કરવાનો અથવા બંધ કરવાનો અધિકાર અનામત રાખીએ છીએ. સેવાઓની કાર્યક્ષમતામાં ભવિષ્યમાં થતું કોઈપણ નવું રિલીઝ, અપડેટ અથવા અન્ય ઉમેરો આ શરતોને આધીન રહેશે, જે સમયાંતરે અપડેટ થઈ શકે છે. તમે સંમત થાઓ છો કે સેવાઓમાં અથવા તેના કોઈપણ ભાગમાં કરવામાં આવેલા કોઈપણ ફેરફાર, સસ્પેન્શન અથવા બંધ કરવા બદલ અમે તમારા અથવા કોઈપણ તૃતીય પક્ષ પ્રત્યે જવાબદાર રહીશું નહીં. આ ફકરામાંની કોઈપણ બાબત લાગુ પડતા કાયદા હેઠળ તમને મળતા કોઈપણ કાનૂની અધિકારોને અસર કરતી નથી.

અમે સેવાઓ પરના તમારા અનુભવને વિવિધ પરિબળોના આધારે વ્યક્તિગત બનાવીએ છીએ, જેમાં સેવાઓ પરની તમારી ઍક્ટિવિટી, તમે સબ્સ્ક્રાઇબ કરેલી કોમ્યુનિટીઝ અને તમારી સેટિંગ્સમાં દર્શાવેલી પસંદગીઓનો સમાવેશ થાય છે. આ અને અન્ય પરિબળોના આધારે, અમે Reddit પરના તમારા અનુભવને વધુ સુસંગત બનાવવા માટે ભલામણો કરી શકીએ છીએ. તમારા કન્ટેન્ટની ભલામણો વિશે વધુ માહિતી માટે, તેમજ વ્યક્તિગતકરણના અમુક વિકલ્પોને તમે કેવી રીતે નિયંત્રિત કરી શકો છો તેના વર્ણન માટે, અમારું મદદ કેન્દ્ર જોવા વિનંતી છે.

4. તમારું Reddit એકાઉન્ટ અને એકાઉન્ટ સુરક્ષા

અમારી સેવાઓના કેટલાક ફીચર્સનો ઉપયોગ કરવા માટે, તમારે Reddit એકાઉન્ટ (“એકાઉન્ટ”) બનાવવાની અને ગોપનીયતા નીતિમાં જણાવ્યા મુજબ તમારું યુઝરનેમ, પાસવર્ડ અને તમારા વિશેની કેટલીક અન્ય માહિતી અમને આપવાની જરૂર પડી શકે છે.

તમારા એકાઉન્ટ સાથે સંકળાયેલી માહિતી અને તમારા એકાઉન્ટ સંબંધિત બનતી કોઈપણ બાબત માટે તમે સંપૂર્ણપણે જવાબદાર છો. તમારે તમારા એકાઉન્ટની સુરક્ષા જાળવવી આવશ્યક છે અને જો તમે શોધો અથવા શંકા જાય કે કોઈએ તમારી પરવાનગી વિના તમારા એકાઉન્ટનો ઍક્સેસ મેળવ્યો છે તો તરત જ Reddit ને નોટિફાય કરો. અમે ભલામણ કરીએ છીએ કે તમે મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરો જેનો ઉપયોગ ફક્ત તમારા એકાઉન્ટ માટે જ કરવામાં આવે,અનેટૂ-ફૅક્ટર ઑથેન્ટિકેશન સક્ષમ કરો. જો તમે તમારા એકાઉન્ટમાં તમારો ફોન નંબર ઉમેરો અને પછીથી તમારો ફોન નંબર બદલો અથવા નિષ્ક્રિય કરો, તો તમારા એકાઉન્ટની માહિતી અપડેટ કરવાનું સુનિશ્ચિત કરો.

અમારી અગાઉથી લેખિત મંજૂરી વિના તમે તમારા એકાઉન્ટનું લાઇસન્સ આપી શકશો નહીં, વેચી શકશો નહીં અથવા સ્થાનાંતરિત કરી શકશો નહીં.

5. તમારી કન્ટેન્ટ

સેવાઓમાં માહિતી, ટેક્સ્ટ, લિંક્સ, ગ્રાફિક્સ, ફોટા, વિડિયો, ઑડિયો, સ્ટ્રીમ્સ, સૉફ્ટવેર, ટૂલ્સ અથવા અન્ય કન્ટેન્ટ (“કન્ટેન્ટ”) હોઈ શકે છે. તેમાં તમારા દ્વારા અથવા તમારા એકાઉન્ટ મારફતે સેવાઓ સાથે બનાવેલું અથવા સેવાઓ પર સબમિટ કરેલું કન્ટેન્ટ પણ શામેલ છે(“તમારી કન્ટેન્ટ”). તમારી કન્ટેન્ટની સંપૂર્ણતા, સત્યતા, ચોકસાઈ અથવા વિશ્વસનીયતા માટે અમે કોઈ જવાબદારી લેતા નથી અને તેને સ્પષ્ટપણે કે ગર્ભિત રીતે સમર્થન આપતા નથી, ટેકો આપતા નથી કે તેની ખાતરી આપતા નથી.

સેવાઓ પર તમારી કન્ટેન્ટ સબમિટ કરીને, તમે ખાતરી આપો છો અને બાંયધરી આપો છો કે આ શરતોમાં તમારી કન્ટેન્ટ માટે જણાવેલા અધિકારો આપવા માટે જરૂરી તમામ હકો, સત્તા અને અધિકાર તમારી પાસે છે. તમારી કન્ટેન્ટ માટે માત્ર તમે જ જવાબદાર હોવાથી, જો તમે જરૂરી તમામ હકો વિના કન્ટેન્ટ પોસ્ટ કરો અથવા શેર કરો, તો તમે પોતાને કાનૂની જવાબદારીના જોખમમાં મૂકી શકો છો.

તમારી કન્ટેન્ટ પરના તમારી પાસે રહેલા માલિકીહકો તમારી પાસે જ રહે છે, પરંતુ તમે Reddit ને તે કન્ટેન્ટનો ઉપયોગ કરવા માટે નીચે મુજબનું લાઇસન્સ આપો છો:

જ્યારે તમારી કન્ટેન્ટ સેવાઓ સાથે બનાવવામાં આવે અથવા સેવાઓ પર સબમિટ કરવામાં આવે, ત્યારે તમે અમને વિશ્વભરમાં, રૉયલ્ટી-મુક્ત, કાયમી, રદ ન કરી શકાય તેવું, બિન-વિશિષ્ટ, ટ્રાન્સફર કરી શકાય તેવું અને સબલાઇસન્સ આપી શકાય તેવું લાઇસન્સ આપો છો, જેથી અમે વિશ્વમાં અત્યારે જાણીતા અથવા ભવિષ્યમાં વિકસાવવામાં આવનારા તમામ મીડિયા ફૉર્મેટ્સ અને ચૅનલ્સ પર તમારી કન્ટેન્ટ તથા તમારી કન્ટેન્ટ સાથે આપવામાં આવેલું કોઈપણ નામ, યુઝરનેમ, અવાજ અથવા દેખાવનો ઉપયોગ, કૉપિ, ફેરફાર, અનુકૂલન, તેમાંથી વ્યુત્પન્ન કૃતિઓ તૈયાર, વિતરણ, સંગ્રહ, પ્રદર્શન અને પ્રસ્તુતિ કરી શકીએ. આ લાઇસન્સમાં Reddit સાથે ભાગીદારી કરતી અન્ય કંપનીઓ, સંસ્થાઓ અથવા વ્યક્તિઓ દ્વારા સિન્ડિકેશન, બ્રોડકાસ્ટ, વિતરણ અથવા પ્રકાશન માટે તમારી કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવવાનો અમારો અધિકાર પણ શામેલ છે. ઉદાહરણ તરીકે, આ લાઇસન્સમાં અમારી જાહેર કન્ટેન્ટ નીતિમાં વધુ વર્ણવ્યા મુજબ, AI અને મશીન લર્નિંગ મૉડલ્સને તાલીમ આપવા માટે તમારી કન્ટેન્ટનો ઉપયોગ કરવાનો અધિકાર પણ શામેલ છે. તમે એ વાત સાથે પણ સંમત થાઓ છો કે અમે તમારી કન્ટેન્ટ સાથે સંકળાયેલો મેટાડેટા દૂર કરી શકીએ છીએ અને તમે તમારી કન્ટેન્ટ સંબંધિત નૈતિક અધિકારો અથવા નામના ઉલ્લેખ અંગેના કોઈપણ દાવા અને હકદાવાઓનો અફર રીતે ત્યાગ કરો છો.

Reddit અથવા અમારી સેવાઓ વિશે તમે અમને આપેલા કોઈપણ વિચારો, સૂચનો અને પ્રતિસાદ સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે અને તમે સંમત થાઓ છો કે Reddit તમને કોઈ વળતર આપ્યા વિના અથવા તમારા પ્રત્યે કોઈ જવાબદારી વિના આવા વિચારો, સૂચનો અને પ્રતિસાદનો ઉપયોગ કરી શકે છે.

અમે તમારી કન્ટેન્ટની સમીક્ષા, તપાસ, સંપાદન અથવા દેખરેખ રાખવાનો અધિકાર અનામત રાખીએ છીએ, પરંતુ સેવાઓ પર તમારી કન્ટેન્ટ સબમિટ કરવામાં આવે તે સમયે અમે તેની બધી જ સમીક્ષા કરીએ એવું જરૂરી નથી. તેમ છતાં, અમે અમારા સંપૂર્ણ વિવેકાધિકારથી, કોઈપણ સમયે અને કોઈપણ કારણસર, તમારી કન્ટેન્ટ ડિલીટ કરી શકીએ છીએ, તેને કમાણી માટે અયોગ્ય જાહેર કરી શકીએ છીએ અથવા તેને દૂર કરી શકીએ છીએ. તેમાં આ શરતો, અમારા Reddit ના નિયમો ,અથવા અમારી અન્ય શરતો અને નીતિઓનું ઉલ્લંઘન કરવાના કિસ્સાઓ, અથવા અન્ય કોઈ રીતે તમે અમારા માટે કાનૂની જવાબદારી ઊભી કરો અથવા ઊભી કરવાની શક્યતા હોય તેવા કિસ્સાઓનો પણ સમાવેશ થાય છે.

કન્ટેન્ટ મોડરેશન પ્રત્યે Reddit ના અભિગમ વિશે વધુ માહિતી માટે, જેમાં અમે અમારા Reddit ના નિયમો કેવી રીતે લાગુ કરીએ છીએ અને કન્ટેન્ટ મોડરેશનના નિર્ણયો સામે અપીલ કેવી રીતે કરવી તેનો સમાવેશ થાય છે, અમારા મદદ કેન્દ્રની મુલાકાત લેવા વિનંતી છે.

6. તૃતીય-પક્ષનું કન્ટેન્ટ, જાહેરાતો અને પ્રમોશન્સ

સેવાઓમાં તૃતીય પક્ષની વેબસાઇટ્સ, ઉત્પાદનો અથવા સેવાઓની લિંક્સ હોઈ શકે છે, જે જાહેરાતકર્તાઓ, અમારા સહયોગીઓ, અમારા ભાગીદારો અથવા અન્ય યુઝર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવી હોઈ શકે છે (“તૃતીય પક્ષની કન્ટેન્ટ”). તૃતીય પક્ષની કન્ટેન્ટ અમારા નિયંત્રણ હેઠળ નથી અને કોઈપણ તૃતીય પક્ષની વેબસાઇટ્સ, ઉત્પાદનો અથવા સેવાઓ માટે અમે જવાબદાર નથી. તૃતીય પક્ષની કન્ટેન્ટનો ઉપયોગ તમે તમારા પોતાના જોખમે કરો છો અને આવી તૃતીય પક્ષની કન્ટેન્ટના સંબંધમાં કોઈપણ વ્યવહાર આગળ ધપાવતા પહેલાં તમને જરૂરી લાગે તેવી તપાસ તમારે કરવી જોઈએ.

સેવાઓમાં પ્રાયોજિત તૃતીય પક્ષની કન્ટેન્ટ અથવા જાહેરાતો પણ હોઈ શકે છે. જાહેરાતોનો પ્રકાર, પ્રમાણ અને લક્ષ્યાંક નક્કી કરવાની રીત બદલાઈ શકે છે, અને તમે સ્વીકારો છો તથા સંમત થાઓ છો કે સેવાઓ પર કોઈપણ કન્ટેન્ટ અથવા માહિતી દર્શાવવાની સાથે અમે જાહેરાતો મૂકી શકીએ છીએ, જેમાં તમારી કન્ટેન્ટનો પણ સમાવેશ થાય છે.

જો તમે કોઈ પ્રમોશન ચલાવવા માટે સેવાઓનો ઉપયોગ કરવાનું પસંદ કરો, જેમાં કોન્ટેસ્ટ અથવા સ્વીપસ્ટેક્સ (“પ્રમોશન”)નો સમાવેશ થાય છે, તો લાગુ પડતા બધા કાયદાઓ અને નિયમોનું પાલન કરીને પ્રમોશન ચલાવવાની સંપૂર્ણ જવાબદારી ફક્ત તમારી રહેશે. આમાં સત્તાવાર નિયમો, ઑફરની શરતો અને પાત્રતાની આવશ્યકતાઓ તૈયાર કરવી, તેમજ પ્રમોશનને નિયંત્રિત કરતા લાગુ પડતા કાયદાઓ, નિયમો અને વિનિયમોનું પાલન કરવું (જેમ કે લાઇસન્સ, નોંધણીઓ, બોન્ડ્સ અને નિયમનકારી મંજૂરી) સામેલ છે. તમારા પ્રમોશનમાં જણાવવું આવશ્યક છે કે Reddit આ પ્રમોશનને પ્રાયોજિત કરતું નથી, તેનું સમર્થન કરતું નથી કે તેની સાથે સંકળાયેલું નથી, અને તમારા પ્રમોશનના નિયમોમાં દરેક પ્રવેશકર્તા અથવા સહભાગીએ પ્રમોશન સંબંધિત કોઈપણ જવાબદારીમાંથી Reddit ને મુક્ત કરવું આવશ્યક છે. તમે સ્વીકારો છો અને સંમત થાઓ છો કે અમે તમારા પ્રમોશનમાં કોઈપણ રીતે મદદ કરીશું નહીં, અને તમે તમારા પોતાના જોખમે પ્રમોશન ચલાવવા માટે સંમત થાઓ છો.

7. એવી વસ્તુઓ જે તમે કરી શકતા નથી

Reddit નો ઉપયોગ કરતી વખતે અથવા તેની ઍક્સેસ લેતી વખતે, તમારે આ શરતો અને બધા લાગુ પડતા કાયદાઓ, નિયમો અને વિનિયમોનું પાલન કરવું આવશ્યક છે. સંદર્ભ દ્વારા આ શરતોમાં સમાવિષ્ટ અને તેનો એક ભાગ બનેલા Reddit ના નિયમોની સમીક્ષા કરવા વિનંતી છે, જેમાં પ્રતિબંધિત કન્ટેન્ટ અને વર્તન સંબંધિત અમારા નિયમો સામેલ છે. ઉપરાંત Reddit ના નિયમોમાં પ્રતિબંધિત બાબતો , તમે નીચેની કોઈપણ પ્રવૃત્તિ કરી શકતા નથી:

  • સેવાઓમાં દખલ કરી શકે, તેને નિષ્ક્રિય કરી શકે, વિક્ષેપ પાડી શકે, તેના પર વધુ પડતો ભાર મૂકી શકે અથવા અન્ય રીતે તેને નુકસાન પહોંચાડી શકે તેવી કોઈપણ રીતે (બૉટ્સ દ્વારા અથવા અન્યથા, ઑટોમેટેડ રીતે સહિત) સેવાઓનો ઉપયોગ કરવો;
  • અન્ય યુઝરના એકાઉન્ટ અથવા સેવાઓના કોઈપણ બિન-જાહેર ભાગોની ઍક્સેસ મેળવવી (અથવા ઍક્સેસ મેળવવાનો પ્રયાસ કરવો), જેમાં સેવાઓ સાથે જોડાયેલ અથવા સેવાઓ સાથે ઉપયોગમાં લેવાતી કમ્પ્યુટર સિસ્ટમ્સ અથવા નેટવર્ક્સનો સમાવેશ થાય છે;
  • સેવાઓમાં દખલ કરવાના હેતુથી કોઈપણ વાયરસ, વૉર્મ્સ, દૂષિત કોડ અથવા અન્ય સોફ્ટવેર, જેમાં તેની સુરક્ષા-સંબંધિત ફીચર્સનો સમાવેશ થાય છે, તેને સેવાઓમાં અથવા તેના દ્વારા અપલોડ, ટ્રાન્સમિટ અથવા વિતરિત કરવા;
  • લાગુ કાયદાનું ઉલ્લંઘન કરવા અથવા કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થાની બૌદ્ધિક સંપદા અથવા અન્ય કોઈપણ માલિકી અધિકારોનું ઉલ્લંઘન કરવા માટે સેવાઓનો ઉપયોગ કરવો;
  • આ શરતોમાં અથવા Reddit સાથેના અલગ કરારમાં પરવાનગી આપવામાં આવી હોય તે સિવાય, કોઈપણ રીતે (ઑટોમેટેડ રીતે અથવા અન્યથા) સેવાઓમાંથી ડેટા ઍક્સેસ કરવો, શોધવો અથવા એકત્રિત કરવો (અમે અમારી robots.txt ફાઇલમાં નિર્ધારિત પરિમાણો અનુસાર સેવાઓને ક્રૉલ કરવાની શરતી પરવાનગી આપીએ છીએ, પરંતુ Reddit ની અગાઉથી લેખિત સંમતિ વિના સેવાઓમાંથી સ્ક્રેપિંગ કરવું પ્રતિબંધિત છે); અથવા
  • સેવાઓનો એવી કોઈપણ રીતે ઉપયોગ કરવો, જેને અમે વ્યાજબી રીતે Reddit અથવા કોઈપણ ચુકવણી પ્રણાલીનો દુરુપયોગ અથવા છેતરપિંડી માનીએ.

આ શરતો અથવા અમારા Reddit ના નિયમોનું ઉલ્લંઘન કરે છે એવું તમને લાગતું હોય તેવા કન્ટેન્ટ અથવા વર્તનની રિપોર્ટ કરવા માટે અમે તમને પ્રોત્સાહિત કરીએ છીએ. અમે સુરક્ષા સંબંધિત નબળાઈઓના જવાબદાર રિપોર્ટિંગને પણ સમર્થન આપીએ છીએ. સુરક્ષા સંબંધિત સમસ્યાની જાણ કરવા માટે, ઇમેઇલ દ્વારા security@reddit.com પર સંપર્ક કરવાની વિનંતી છે.

8. મોડરેટર્સ

subreddit ને મોડરેટ કરવું એ બિનસત્તાવાર, સ્વૈચ્છિક હોદ્દો છે, જે સેવાઓના યુઝર્સ માટે ઉપલબ્ધ હોઈ શકે છે. મોડરેટર્સ દ્વારા લેવામાં આવતી ક્રિયાઓ માટે અમે જવાબદાર નથી. આ શરતોના ભંગ સહિત, કોઈપણ કારણસર અથવા કોઈ કારણ વિના, કોઈપણ સમયે યુઝરની મોડરેટ કરવાની ક્ષમતા રદ કરવાનો અથવા મર્યાદિત કરવાનો અધિકાર અમે અનામત રાખીએ છીએ.

જો તમે subreddit ને મોડરેટ કરવાનું પસંદ કરો છો:

  • મોડરેટર માટેની આચાર સંહિતાનું પાલન કરવા તમે સંમત થાઓ છો;
  • તમે સંમત થાઓ છો કે તમે જે subreddit ને મોડરેટ કરો છો તેના સંબંધિત રિપોર્ટ્સ પ્રાપ્ત થશે, ત્યારે તમે યોગ્ય પગલાં લેશો, જેમાં નીતિનું ઉલ્લંઘન કરતી કન્ટેન્ટને દૂર કરવું અને/અથવા સમીક્ષા માટે તાત્કાલિક Reddit ને મોકલવું શામેલ હોઈ શકે છે;
  • તમે Reddit વતી કાર્ય કરવા માટે અધિકૃત નથી, અને એવું પણ રજૂ કરી શકતા નથી કે તમે છો;
  • અમારી લેખિત મંજૂરી વિના, તમે Reddit અથવા તમે જે subreddit ને મોડરેટ કરો છો તેના વતી કોઈ તૃતીય પક્ષ સાથે કોઈ કરાર કરી શકતા નથી;
  • તમે તૃતીય પક્ષો તરફથી કોઈપણ પ્રકારના વળતર, બદલામાં મળતા લાભ, ભેટ અથવા ઉપકારના બદલામાં મોડરેશનની ક્રિયાઓ કરી શકતા નથી;
  • જો તમારી પાસે subreddit ને મોડરેટ કરવાના પરિણામે બિનજાહેર માહિતીની ઍક્સેસ હોય, તો તમે આવી માહિતીનો ઉપયોગ માત્ર મોડરેટર તરીકેની તમારી કામગીરીના સંબંધમાં જ કરશો; અને
  • તમે જે subreddits ને મોડરેટ કરો છો તેના માટે તમે નિયમો બનાવી અને લાગુ કરી શકો છો, જો કે આવા નિયમો આ શરતો,Reddit ના નિયમોઅથવા મોડરેટર માટેની આચાર સંહિતાસાથે વિરોધાભાસ ધરાવતા ન હોય.

Reddit ને કોઈપણ મોડરેટરની ક્રિયા અથવા નિર્ણયને રદ કરવાનો અધિકાર છે, પરંતુ તે માટે તે બંધાયેલું નથી, જો Reddit પોતાના વિવેકાધિકારથી એવું માને કે આવી ક્રિયા અથવા નિર્ણય Reddit અથવા Reddit કોમ્યુનિટીના હિતમાં નથી.

9. કૉપિરાઇટ, ટ્રેડમાર્ક, DMCA, અને ટેકડાઉન્સ

Reddit અન્ય લોકોની બૌદ્ધિક સંપદાનો આદર કરે છે અને અમારી સેવાઓનો ઉપયોગ કરતા યુઝર્સ પણ એવું જ કરે તે જરૂરી માને છે. અમારી પાસે એક નીતિ છે, જેમાં સેવાઓમાંથી કોઈપણ ઉલ્લંઘન કરતી સામગ્રી દૂર કરવાની અને યોગ્ય સંજોગોમાં, વારંવાર ઉલ્લંઘન કરતા અમારી સેવાઓના યુઝર્સનું એકાઉન્ટ સમાપ્ત કરવાની જોગવાઈ છે. જો તમને લાગે કે અમારી સેવાઓ પરની કોઈપણ બાબત તમારા માલિકીહક હેઠળના અથવા તમારા નિયંત્રણ હેઠળના કૉપિરાઇટ અથવા ટ્રેડમાર્કનું ઉલ્લંઘન કરે છે, તો તમે અમારુંકૉપિરાઇટ રિપોર્ટ ફોર્મ અથવા ટ્રેડમાર્ક રિપોર્ટ ફોર્મભરીને Reddit ના નિયુક્ત પ્રતિનિધિને જાણ કરી શકો છો અથવા નીચેના સરનામે સંપર્ક કરી શકો છો:

કૉપિરાઇટ એજન્ટ
Reddit, Inc.
548 માર્કેટ સ્ટ્રીટ, #16093
સાન ફ્રાન્સિસ્કો, CA 94104
copyright@reddit.com

યોગ્ય નોટિફિકેશન માટેની આવશ્યકતાઓ જાણવા 17 U.S.C. § 512(c)(3)જુઓ. ઉપરાંત, નોટ કરવા વિનંતી છે કે જો તમે જાણીજોઈને ખોટો દાવો કરો કે અમારી સેવાઓ પરની કોઈપણ પ્રવૃત્તિ અથવા સામગ્રી ઉલ્લંઘન કરે છે, તો તેના કારણે થતા અમુક ખર્ચ અને નુકસાન માટે તમે Reddit પ્રત્યે જવાબદાર બની શકો છો.

જો અમે કૉપિરાઇટ અથવા ટ્રેડમાર્ક અંગેની નોટિસના જવાબમાં તમારી કન્ટેન્ટ દૂર કરીશું, તો અમે તમને જાણ કરીશું. જો તમને લાગે કે કૉપિરાઇટ અંગેની નોટિસમાં થયેલી ભૂલ અથવા ખોટી ઓળખને કારણે તમારી કન્ટેન્ટ ખોટી રીતે દૂર કરવામાં આવી હતી, તો તમે અમારું કૉપિરાઇટ કાઉન્ટર નોટિસ ફોર્મ ભરીને અથવા અમારા કૉપિરાઇટ એજન્ટને (ઉપર આપેલી સંપર્ક માહિતી પર) કાઉન્ટર નોટિફિકેશન મોકલી શકો છો. યોગ્ય કાઉન્ટર નોટિફિકેશન માટેની આવશ્યકતાઓ જાણવા 17 U.S.C. § 512(g)(3) જુઓ.

10. ચૂકવેલ સેવાઓ

સેવાઓના ઘણા પાસાઓનો ઉપયોગ કરવા માટે કોઈ ફી નથી. જોકે, કેટલીક સેવાઓ, ફીચર્સ અને ઉત્પાદનો ખરીદી માટે ઉપલબ્ધ હોઈ શકે છે (“પેઇડ સેવાઓ”). આ શરતો ઉપરાંત Reddit આર્થિક શરતોપણ પેઇડ સેવાઓ પર લાગુ પડે છે. પેઇડ સેવાઓ ખરીદીને અથવા તેનો ઉપયોગ કરીને, તમે આર્થિક શરતો અને, જો લાગુ પડતી હોય, તો પ્રિવ્યૂઝની શરતો સાથે પણ સંમત થાઓ છો.

11. બૌદ્ધિક સંપદા

સેવાઓની માલિકી Reddit પાસે છે અને તેનું સંચાલન Reddit દ્વારા કરવામાં આવે છે. Reddit દ્વારા પ્રદાન કરવામાં આવતી સેવાઓના વિઝ્યુઅલ ઇન્ટરફેસ, ગ્રાફિક્સ, ડિઝાઇન, સંકલન, માહિતી, ડેટા, કમ્પ્યુટર કોડ, ઉત્પાદનો, સેવાઓ, ટ્રેડમાર્ક્સ અને સેવાઓના અન્ય તમામ તત્ત્વો (“સામગ્રી”) બૌદ્ધિક સંપદા અને અન્ય કાયદાઓ હેઠળ સુરક્ષિત છે. સેવાઓમાં સમાવિષ્ટ બધી સામગ્રી Reddit અથવા તેના તૃતીય-પક્ષ લાઇસન્સ આપનારાઓની મિલકત છે. તમે સ્વીકારો છો અને સંમત થાઓ છો કે સામગ્રી ડાઉનલોડ કરીને અથવા પેઇડ સેવાઓ ખરીદીને તમને કોઈપણ પ્રકારના માલિકી હકો પ્રાપ્ત થશે નહીં. Reddit દ્વારા સ્પષ્ટપણે અધિકૃત કરવામાં આવ્યું હોય તે સિવાય અને Reddit નીબ્રાન્ડ માર્ગદર્શિકાને આધીન રહીને, તમે સામગ્રીનો ઉપયોગ કરી શકતા નથી. આ શરતોમાં સ્પષ્ટપણે આપવામાં ન આવ્યા હોય તેવા સામગ્રી સંબંધિત બધા હકો Reddit અનામત રાખે છે.

12. ક્ષતિપૂર્તિ

કાયદા દ્વારા પ્રતિબંધિત હોય અથવા અન્યાયી ગણાતું હોય તે હદ સિવાય, તમે સંમત થાઓ છો કે Reddit, તેની સંલગ્ન સંસ્થાઓ અને તેમના સંબંધિત નિયામકો, અધિકારીઓ, કર્મચારીઓ, સંલગ્ન સંસ્થાઓ, પ્રતિનિધિઓ, કૉન્ટ્રાક્ટર્સ, તૃતીય-પક્ષ સેવા પ્રદાતાઓ અને લાઇસન્સ આપનારાઓ (“Reddit સંસ્થાઓ”)ને કોઈપણ તૃતીય પક્ષ દ્વારા કરવામાં આવેલા દાવા અથવા માગણીથી અને તેનાથી સંબંધિત કોઈપણ જવાબદારી, નુકસાન, હાનિ અને ખર્ચ (ખર્ચાઓ અને વકીલોની ફી સહિત)થી બચાવવા, વળતર આપવા અને હાનિરહિત રાખવા માટે તમે જવાબદાર રહેશો, જો તે નીચેની બાબતોને કારણે, તેમાંથી ઉદ્ભવતા અથવા તેની સાથે સંબંધિત હોય: (a) સેવાઓનો તમારો ઉપયોગ; (b) તમે કરેલું આ શરતોનું ઉલ્લંઘન; (c) તમે કરેલું લાગુ પડતા કાયદાઓ અથવા નિયમોનું ઉલ્લંઘન; અથવા (d) તમારી કન્ટેન્ટ. જે કોઈપણ બાબત માટે તમે અમને વળતર આપવા માટે જવાબદાર હો, તેના બચાવને નિયંત્રિત કરવાનો અધિકાર અમે અનામત રાખીએ છીએ, અને તમે આ દાવાઓ સામેના અમારા બચાવમાં સહકાર આપવા સંમત થાઓ છો.

13. જવાબદારીની મર્યાદા

સેવાઓનો ઉપયોગ કરીને, તમે સંમત થાઓ છો કે Reddit ની સંસ્થાઓની જવાબદારી તમારા રહેઠાણના દેશના કાયદા હેઠળ મંજૂર હોય તે મહત્તમ હદ સુધી મર્યાદિત છે. આ પ્રકારના કરાર માટે સામાન્ય હોય તેવી મહત્ત્વપૂર્ણ કરારબદ્ધ જવાબદારીઓના ભંગને કારણે થતા પૂર્વાનુમાન કરી શકાય તેવા નુકસાન સુધી જવાબદારી મર્યાદિત રહેશે. કાળજી રાખવાની અન્ય કોઈપણ લાગુ પડતી ફરજના બિનમહત્ત્વપૂર્ણ ભંગને કારણે થતા નુકસાન માટે Reddit જવાબદાર નથી. જવાબદારીની આ મર્યાદા એવી કોઈપણ વૈધાનિક જવાબદારીને લાગુ પડશે નહીં, જેને મર્યાદિત કરી શકાતી નથી, અમારી બેદરકારી અથવા ઇરાદાપૂર્વકના ગેરવર્તનને કારણે થતા મૃત્યુ અથવા વ્યક્તિગત ઇજા માટેની જવાબદારીને લાગુ પડશે નહીં, અથવા તમને ખાસ વચન આપેલી કોઈ બાબત માટેની અમારી જવાબદારીને બાકાત રાખવા માટે લાગુ પડશે નહીં.

14. આ શરતોમાં ફેરફાર

અમે સમયાંતરે આ શરતોમાં ફેરફારો કરી શકીએ છીએ. જો અમે ફેરફારો કરીશું, તો અમે સુધારેલી શરતો પોસ્ટ કરીશું અને ઉપરની અમલમાં આવ્યાની તારીખ અપડેટ કરીશું. જો અમારા વ્યાજબી વિવેકાધિકાર મુજબ ફેરફારો મહત્ત્વપૂર્ણ હોય, તો ફેરફારો અમલમાં આવવાની તારીખના ઓછામાં ઓછા 30 દિવસ પહેલાં, તમારા એકાઉન્ટ સાથે સંકળાયેલા ઇમેઇલ સરનામા પર ઇમેઇલ મોકલીને (જો તમે ચકાસાયેલ ઇમેઇલ સરનામું આપવાનું પસંદ કર્યું હોય) અથવા અમારી સેવાઓ દ્વારા અન્ય રીતે તમને નોટિસ આપીને અમે તમને જાણ કરીશું. સુધારેલી શરતોની અમલમાં આવ્યાની તારીખે અથવા તે પછી પણ સેવાઓની ઍક્સેસ ચાલુ રાખીને અથવા તેનો ઉપયોગ ચાલુ રાખીને, તમે સુધારેલી શરતોથી બંધનકર્તા થવા માટે સંમત થાઓ છો. જો તમે સુધારેલી શરતો સાથે સંમત ન હોવ, તો ફેરફારો અમલમાં આવે તે પહેલાં તમારે અમારી સેવાઓની ઍક્સેસ લેવાનું અને તેનો ઉપયોગ કરવાનું બંધ કરવું આવશ્યક છે.

15. વધારાની શરતો

અમે વિવિધ સેવાઓ પ્રદાન કરીએ છીએ, તેથી Reddit દ્વારા પ્રદાન કરવામાં આવતા કોઈ ચોક્કસ ઉત્પાદન અથવા સેવાનો ઉપયોગ કરતા પહેલાં તમને વધારાની શરતો, નીતિઓ, માર્ગદર્શિકાઓ અથવા નિયમો (સામૂહિક રીતે, “વધારાની શરતો”) સાથે સંમત થવાનું કહેવામાં આવી શકે છે. સંદર્ભ દ્વારા બધી વધારાની શરતો આ શરતોમાં સમાવિષ્ટ થાય છે અને તેનો એક ભાગ બને છે, અને જો કોઈ વધારાની શરતો આ શરતો સાથે વિરોધાભાસ ધરાવતી હોય, તો સંબંધિત સેવાઓના તમારા ઉપયોગના સંદર્ભમાં વધારાની શરતો લાગુ પડશે.

  • જો તમે કોઈપણ પેઇડ સેવાઓ અથવા ડિજિટલ ગુડ્સનો ઉપયોગ કરો છો, તો તમારે Reddit આર્થિક શરતો સાથે પણ સંમત થવું આવશ્યક છે.
  • જો તમે કોઈપણ પ્રિવ્યૂ ફીચર્સનો ઉપયોગ કરો છો, તો તમારજો તમે કોઈપણ પ્રિવ્યૂ ફીચર્સનો ઉપયોગ કરો છો, તો તમારે Reddit પ્રિવ્યૂઝની શરતો.
  • જો તમે સેવાઓ પર જાહેરાત કરો છો, તો તમારે Reddit જાહેરાત પ્લેટફોર્મની શરતોસાથે પણ સંમત થવું આવશ્યક છે .
  • જો તમે અમારી કોઈપણ ડેવલપર સેવાઓ (અમારા API સહિત) નો ઉપયોગ કરો છો, તો તમારે Reddit ડેવલપર શરતોસાથે પણ સંમત થવું આવશ્યક છે .
  • જો તમે Reddit ના એવા કોઈપણ પ્રોગ્રામમાં ભાગ લો છો, જેના પર વધારાની શરતો લાગુ પડે છે (દા.ત., કોઈપણ કમાણીના પ્રોગ્રામ માટે કમાણીની શરતો), તો તમારે તે વધારાની શરતો સાથે પણ સંમત થવું આવશ્યક છે.
16. સમાપ્તિ

તમે તમારું એકાઉન્ટ ડિલીટ કરીને અને બધી સેવાઓનો ઉપયોગ બંધ કરીને કોઈપણ સમયે અને કોઈપણ કારણસર આ શરતો સમાપ્ત કરી શકો છો. જો તમે તમારું એકાઉન્ટ ડિલીટ કર્યા વિના સેવાઓનો ઉપયોગ બંધ કરો છો, તો લાંબા સમય સુધી નિષ્ક્રિય રહેવાને કારણે તમારું એકાઉન્ટ નિષ્ક્રિય કરવામાં આવી શકે છે.

લાગુ પડતા કાયદા દ્વારા મંજૂર મહત્તમ હદ સુધી, અમે કોઈપણ સમયે, કોઈપણ કારણસર અથવા કોઈ કારણ વિના, તમારું એકાઉન્ટ, મોડરેટરનો દરજ્જો અથવા સેવાઓ ઍક્સેસ કરવાની કે તેનો ઉપયોગ કરવાની તમારી ક્ષમતા સસ્પેન્ડ અથવા સમાપ્ત કરી શકીએ છીએ. તેમાં આ શરતો અથવા અમારા Reddit ના નિયમોનું ઉલ્લંઘન કરવાનો પણ સમાવેશ થાય છે.

આ શરતો અથવા તમારા એકાઉન્ટની કોઈપણ સમાપ્તિ પછી નીચેના વિભાગો અમલમાં રહેશે: 5 (તમારી કન્ટેન્ટ), 7 (તમે જે કરી શકતા નથી), 12 (વળતરની જવાબદારી), 13 (જવાબદારીની મર્યાદા), 16 (સમાપ્તિ) અને 17 (વિવિધ જોગવાઈઓ).

17.વિવિધ બાબતો

આ શરતો, ગોપનીયતા નીતિઅને આ શરતોમાં સંદર્ભ દ્વારા સ્પષ્ટપણે સમાવિષ્ટ અન્ય કોઈપણ કરારો સાથે મળીને, સેવાઓની ઍક્સેસ મેળવવા અને તેનો ઉપયોગ કરવા સંબંધિત તમારી અને અમારી વચ્ચેનો સંપૂર્ણ કરાર બને છે. આ શરતો હેઠળના કોઈપણ અધિકાર અથવા જોગવાઈનો ઉપયોગ કરવામાં અથવા તેને લાગુ કરવામાં અમારી નિષ્ફળતા એ અધિકાર અથવા જોગવાઈનો ત્યાગ ગણાશે નહીં. જો આ શરતોનો કોઈ ભાગ અમાન્ય અથવા લાગુ ન કરી શકાય તેવો ગણવામાં આવે, તો તે ભાગને શક્ય હોય તેટલી મહત્તમ હદ સુધી અસરકારક બનાવવામાં આવશે અને બાકીના ભાગો સંપૂર્ણ અમલમાં અને અસરકારક રહેશે. Reddit ની અગાઉથી લેખિત સંમતિ વિના તમે આ શરતો હેઠળના કોઈપણ અધિકારો અથવા જવાબદારીઓ સોંપી કે સ્થાનાંતરિત કરી શકશો નહીં. Reddit 30 દિવસની અગાઉથી નોટિસ આપીને, પોતાના સંપૂર્ણ વિવેકાધિકારથી, કોઈપણ પ્રતિબંધ વિના આ શરતો હેઠળના અમારા કોઈપણ અધિકારો અને જવાબદારીઓ સોંપી શકે છે. કલમ 16 અનુસાર કોઈપણ સમયે આ શરતો સમાપ્ત કરવાનો તમારો અધિકાર અપ્રભાવિત રહેશે.

આ શરતોમાં શીર્ષકોનો ઉપયોગ ફક્ત સંદર્ભ માટે કરવામાં આવ્યો છે અને તેનું અર્થઘટન કરતી વખતે તેને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. આ શરતોના હેતુઓ માટે: (A) “સમાવેશ થાય છે,” “સમાવેશ કરે છે” અને “સમાવેશ કરતા” શબ્દોની પાછળ “મર્યાદા વિના” શબ્દો આવે છે તેમ ગણવામાં આવશે; (B) “જેમ કે,” “ઉદાહરણ તરીકે,” “દા.ત.” અને આ શબ્દોના કોઈપણ અન્ય સ્વરૂપોનો અર્થ ઉદાહરણ તરીકે થશે અને આ શબ્દો પછી આવતી બાબતોને સંપૂર્ણ યાદી ગણવામાં આવશે નહીં; અને (C) “અથવા” શબ્દનો ઉપયોગ “અને/અથવા”ના સમાવેશક અર્થમાં થાય છે તથા “અથવા,” “કોઈપણ” અને “બેમાંથી કોઈ એક” શબ્દોનો અર્થ એકમાત્ર વિકલ્પ તરીકે થતો નથી. કોઈ પક્ષે આ ભાષાનો મુસદ્દો તૈયાર કર્યો હોવાના દાવાના આધારે કોઈપણ અસ્પષ્ટતાનું અર્થઘટન તે પક્ષની વિરુદ્ધ કરવામાં આવશે નહીં.

આ શરતો તમારી અને Reddit નેધરલેન્ડ્સ B.V. વચ્ચેનો કાયદેસર રીતે બંધનકર્તા કરાર છે. જો તમને આ શરતો વિશે કોઈ પ્રશ્નો હોય, તો અમારો સંપર્ક કરવા વિનંતી.

Reddit નેધરલેન્ડ્સ B.V.
લૂયર્સગ્રાચ્ટ 43, 1016 VR એમ્સ્ટર્ડમ
નેધરલેન્ડ્સ

KVK નંબર: 83433880

ડચ VAT નોંધણી નંબર: NL862872662B01

Reddit, Inc.

548 માર્કેટ સ્ટ્રીટ, #16093,

સાન ફ્રાન્સિસ્કો, CA 94104

યુનાઈટેડ સ્ટેટ્સ

યુકે VAT નોંધણી નંબર: 431 7546 01

⌂ 换网址