
મોડરેટર માટેની આચાર સંહિતા
- ગુજરાતી
- Bahasa Indonesia
- Bahasa Melayu - Malaysia
- Čeština – Česká republika
- Dansk - Danmark
- Deutsch – Deutschland
- English
- Español - España
- Español - México
- Farsi
- Français - France
- Hrvatski – Hrvatska
- Italiano - Italia
- Magyar – Magyarország
- Nederlands - Nederland
- Norwegian Bokmål
- Polski (Polska)
- Português - Brasil
- Português - Portugal
- Română - România
- Slovenčina - Slovensko
- Suomi – Suomi
- Svenska – Sverige
- Tagalog
- Tiếng Việt - Việt Nam
- Türkçe - Türkiye
- Ελληνικά - Ελλάδα
- Български – България
- Русский — Россия
- Српски – Србија
- Українська — Україна
- עברית
- اردو
- العربية
- मराठी
- हिंदी भारत
- বাংলা
- தமிழ்
- తెలుగు
- ಕನ್ನಡ
- ไทย
- 한국어 - 대한민국
- 中文 - 繁體
- 日本語 - 日本
- 简体中文
5 જૂન, 2025થી અમલમાં.
Reddit નું મિશન વિશ્વમાં દરેક વ્યક્તિ સુધી કોમ્યુનિટી, જોડાણ અને સશક્તિકરણ પહોંચાડવાનું છે. મોડરેટર્સ આને સાકાર કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે: તમે તમારી સર્જનાત્મકતા, નિર્ણય લેવાની ક્ષમતા અને જુસ્સાનો ઉપયોગ કરીને Reddit યુઝર્સ માટે આનંદદાયક અને રસપ્રદ જગ્યાઓ બનાવવા માટે અગ્રમોરચે કામ કરો છો. મોડરેટર માટેની આચાર સંહિતાનો હેતુ મોડરેટર અંગેની અમારી અપેક્ષાઓ સ્પષ્ટ કરવાનો, તમારી કોમ્યુનિટીને વિકસાવવા અને આગળ વધારવા માટે subreddit ના નિયમો અને રીતભાત ઘડવામાં તમને મદદ કરવાનો તથા વધુ સરળતાથી નિર્ણયો લઈ શકો તે માટે તમને સશક્ત બનાવવાનો છે.
કોમ્યુનિટીનો સકારાત્મક અનુભવ ઘડવામાં મોડરેટર તરીકે તમારી ભૂમિકા મહત્વપૂર્ણ છે. તમે મોડરેશનમાં નવા હો કે વર્ષોથી મોડરેશન કરતા હો, તમને સુરક્ષા અને સહાયનો અનુભવ થાય તે સુનિશ્ચિત કરવું એ અમારું લક્ષ્ય છે.
અમે એ પણ અપેક્ષા રાખીએ છીએ કે મોડરેટર્સ Reddit ના નિયમો નું પાલન કરે અને Reddit ના યુઝર કરાર (ખાસ કરીને વિભાગ 8)નું પાલન કરે, તેમજ તેમની કોમ્યુનિટીઝમાં નિયમોનું ઉલ્લંઘન કરતા કન્ટેન્ટને દૂર કરવા અને રિપોર્ટ કરવા માટે સઘન પ્રયાસ કરે.
યાદ રાખો, તમારી subreddit અને મોડરેટર્સની ટીમને વ્યક્તિગત મોડરેટરની કાર્યવાહીઓ માટે જવાબદાર ઠેરવી શકાય છે. આને ધ્યાનમાં રાખીને, મોડરેટર માટેની આચાર સંહિતાને સમજવા અને તેનું પાલન કરવા માટે તમારા સાથી મોડરેટર્સ સાથે સતત સહયોગ કરવો મહત્વપૂર્ણ છે.. જો તમને કોઈ પ્રશ્નો હોય, તો નિઃસંકોચપણે અમને જણાવવા વિનંતી.
TL;DR: જો તમે નીચેના સિદ્ધાંતોનું પાલન કરશો, તો અમે તમારા કામમાં દખલ નહીં કરીએ. જો તમે તેમ નહીં કરો, તો કોઈપણ સમસ્યાનો ઉકેલ લાવવા માટે અમે તમારો સંપર્ક કરીશું.
નિયમ 1: સ્થિર કોમ્યુનિટી બનાવવી, તેને સુવિધા આપવી અને જાળવી રાખવી
મોડરેટર્સ પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ અમારી સાઇટની નીતિઓનું પાલન કરતા કોમ્યુનિટીના નિયમો, ધોરણો અને અપેક્ષાઓ નક્કી કરીને Reddit ના નિયમો નું પાલન કરે. મોડરેટર તરીકેની તમારી ભૂમિકાનો અર્થ એ છે કે તમે ફક્ત અમારી શરતો અને Reddit ના નિયમોનું પાલન કરો એટલું જ નહીં, પરંતુ તેમનું પાલન કરતી કોમ્યુનિટીને સક્રિયપણે પ્રચારિત કરવાનો પણ પ્રયાસ કરો. આનો અર્થ એ છે કે તમારે નિયમોનું ઉલ્લંઘન કરતા કન્ટેન્ટ અથવા વર્તન ક્યારેય બનાવવું નહીં, તેને મંજૂરી આપવી નહીં, તેને સક્ષમ બનાવવું નહીં કે તેને પ્રોત્સાહન આપવું નહીં. તમારા subreddit માંના Reddit ના નિયમોને આધીન કન્ટેન્ટમાં નીચેનાનો સમાવેશ થાય છે, પરંતુ તે પૂરતા મર્યાદિત નથી:
- પોસ્ટ્સ
- કૉમેન્ટ્સ
- ફ્લેર્સ
- નિયમો
- વિકી પેજીસ
- સ્ટાઇલિંગ
- મોડ મેઇલ્સ
- બૉટ્સ, ઑટોમેશન્સ અને/અથવા ઍપ્સ
- અન્ય મોડ ટૂલ્સ
નિયમ 2: યોગ્ય અને વાજબી અપેક્ષાઓ નક્કી કરો
તમારી કોમ્યુનિટીમાં પ્રવેશતા યુઝર્સને તેઓ શામાં પ્રવેશી રહ્યા છે તેની ચોક્કસ જાણ હોવી જોઈએ અને તેમને ત્યાં જે કંઈ જોવા મળે તેનાથી આશ્ચર્ય થવું જોઈએ નહીં. Reddit યુઝર્સ વચ્ચે સ્થિર અને સક્રિય જોડાણ ઊભું કરવા માટે તમારી કોમ્યુનિટી શું છે અને તેના નિયમો શું છે તે અંગે પારદર્શક રહેવું અત્યંત મહત્વપૂર્ણ છે. મોડરેટર્સ નીચેની બાબતો કરીને લોકો Reddit પર તેમના અનુભવની અપેક્ષા પહેલેથી રાખી શકે તે સુનિશ્ચિત કરી શકે છે:
- તમારી કોમ્યુનિટીમાં ચર્ચાતા વિષય(ઓ)નું સ્પષ્ટ અને સંક્ષિપ્ત વર્ણન આપવું.
- તમારી કોમ્યુનિટી અને સહ-મોડરેટર્સનો આદર કરવો. તમારી કોમ્યુનિટી સમય જતાં વિકસિત થઈ શકે છે, પરંતુ અમે અપેક્ષા રાખીએ છીએ કે તમે તેને સ્થિર અને ઉપયોગી જાળવી રાખવા માટે પ્રયાસ કરશો.
- કન્ટેન્ટ અને કોમ્યુનિટીને યોગ્ય રીતે લેબલ કરવી, ખાસ કરીને એવા કન્ટેન્ટને જે પુખ્ત/18+ ઑડિયન્સ માટે છે (દા.ત. જાતીય રીતે સ્પષ્ટ કન્ટેન્ટ).
- તમારી કોમ્યુનિટીના સભ્યો પાસેથી તમારી અપેક્ષાઓ સ્પષ્ટપણે જણાવતા નિયમો બનાવવા.
- જો તમારી કોમ્યુનિટીનો વિષય કોઈ બ્રાન્ડ અથવા સંસ્થા સાથે સંબંધિત હોય અને કંપની તેની સાથે સત્તાવાર રીતે સંકળાયેલી ન હોય, તો તમારી કોમ્યુનિટી “અનધિકૃત” છે તે સ્પષ્ટપણે દર્શાવવું.
- જો તમારી કોમ્યુનિટીનો વિષય કોઈ બ્રાન્ડ અથવા કંપની સાથે સંબંધિત હોય અને કોમ્યુનિટી સત્તાવાર રીતે સંલગ્ન હોય, તો તમારી કોમ્યુનિટી “અધિકૃત” છે તે સ્પષ્ટપણે દર્શાવવું.
નિયમ 3: તમારી આસપાસના લોકોનું સન્માન કરો
અમે અન્ય subreddit સહિત Reddit વિશેની મેટા ચર્ચાઓને મંજૂરી આપીએ છીએ, પરંતુ તમારી કોમ્યુનિટીનો ઉપયોગ અન્ય કોમ્યુનિટીઝમાં દખલગીરી કરવા માટે દિશાનિર્દેશ આપવા, સંકલન કરવા અથવા પ્રોત્સાહિત કરવા અને/અથવા Reddit યુઝર્સને હેરાનગતિ માટે નિશાન બનાવવા માટે થવો જોઈએ નહીં. મોડરેટર તરીકે, તમે Reddit ની કોમ્યુનિટીઝમાં દખલગીરી કે વિક્ષેપ પેદા કરી શકતા નથી, તેમજ તમારી કોમ્યુનિટીના સભ્યોને આવું કરવા માટે સુવિધા આપી, પ્રોત્સાહિત, સંકલિત અથવા સક્ષમ બનાવી શકતા નથી.
દખલગીરીમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- અન્ય કોમ્યુનિટીઝ અને/અથવા તે કોમ્યુનિટીઝમાંના કન્ટેન્ટ અથવા યુઝર્સનો ઉલ્લેખ કરીને તેમને નિશાન બનાવીને હેરાનગતિ અથવા દુર્વ્યવહાર માટે ઉશ્કેરવા.
- Reddit પ્લેટફોર્મ પર ક્યાંય પણ યુઝર્સને અમારા Reddit ના નિયમોનું ઉલ્લંઘન કરવા માટે પ્રોત્સાહિત કરવું અથવા સક્ષમ બનાવવું.
- તમારા કોમ્યુનિટીના યુઝર્સને અન્ય કોમ્યુનિટીમાં ત્યાંના નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન કરતું કન્ટેન્ટ પોસ્ટ કરવા અથવા ફરી પોસ્ટ કરવા માટે પ્રોત્સાહિત કરવું અથવા સક્ષમ બનાવવું.
- અન્ય કોમ્યુનિટીઝમાં યુઝર્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય અથવા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હોય તે દર્શાવતા કન્ટેન્ટને સક્ષમ બનાવવું અથવા પ્રોત્સાહિત કરવું, જેનો હેતુ નકારાત્મક પ્રતિક્રિયા ઉશ્કેરવાનો હોય.
નિયમ 4: સક્રિય રહો અને જોડાયેલા રહો
તમારી કોમ્યુનિટી મોટી હોય કે નાની, કોમ્યુનિટીઝનું સક્રિય અને સતત મોડરેટ કરવું મહત્વપૂર્ણ છે.. આ સુનિશ્ચિત કરશે કે સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે અને તેના પરિણામે Reddit યુઝર્સ સુરક્ષિત અનુભવે છે. સક્રિય અને જોડાયેલા રહેવાનો અર્થ એ છે કે:
- તમારી કોમ્યુનિટીને અસરકારક રીતે અને સતત મેનેજ કરવા માટે તમારી પાસે પૂરતા મોડરેટર્સ છે. આમાં મોડ ચકાસણી સૂચિ અને મોડ મેઇલમાં કન્ટેન્ટનું નિયમિતપણે નિરીક્ષણ કરવું અને તેના પર જરૂરી કાર્યવાહી કરવી તેમજ, જો શક્ય હોય તો, પોસ્ટ્સ, કૉમેન્ટ્સ અને વોટિંગ દ્વારા તમારી કોમ્યુનિટી સાથે સક્રિયપણે જોડાયેલા રહેવાનો સમાવેશ થાય છે.
- કોમ્યુનિટી પર કૅમ્પિંગ કરવું અથવા બેસી રહેવું નિરુત્સાહિત કરવામાં આવે છે.
નિયમ 5: પ્રામાણિકતા સાથે મોડરેટ કરો
યુઝર્સ અપેક્ષા રાખે છે કે કોમ્યુનિટીમાં રહેલું કન્ટેન્ટ અસલી અને વિશ્વસનીય હોય, અને તેઓ વિશ્વાસ રાખે છે કે મોડરેટર કોમ્યુનિટી અને આખા Reddit પર લાગુ પડતા નિયમોના આધારે કન્ટેન્ટની પસંદગી કરે છે.
તે વિશ્વાસ જાળવવા માટે, તૃતીય પક્ષો પાસેથી અથવા તેમના વતી કોઈપણ પ્રકારનું વળતર, અવેજી, ભેટ અથવા તરફેણ મેળવવાના બદલામાં મોડરેટર્સને મોડરેશનની કાર્યવાહી (મોડ ટૂલ્સ, બૉટ્સ અને અન્ય સેવાઓનો ઉપયોગ કરીને કરવામાં આવતી કાર્યવાહી સહિત) કરવાની મનાઈ છે.
મોડરેટર દ્વારા કરવામાં આવતી કેટલીક કાર્યવાહીઓમાં નીચેનાનો સમાવેશ થાય છે, પરંતુ તે પૂરતા મર્યાદિત નથી:
- યુઝર્સ પર પ્રતિબંધ મૂકવો અથવા પ્રતિબંધ હટાવવો
- મંજૂર કરાયેલ યુઝર સ્ટેટસ આપવું
- કન્ટેન્ટ દૂર કરવું અથવા મંજૂર કરવું
- સાઇડબાર, વિજેટ, વિકીઝ અથવા અન્ય સ્ટાઇલિંગમાં ફેરફારો
- ફ્લેર્સ આપવી
- કોઈ subreddit માં પોસ્ટ કરવા માટે મંજૂર થયેલ યુઝર સ્ટેટસ અથવા ઍક્સેસ આપવી
- કોમ્યુનિટીમાં “જાહેરાત માટેની જગ્યા” બનાવવી, જેમ કે ફી લઈને પોસ્ટ્સ પિન કરવાની ઑફર કરવી અથવા તૃતીય પક્ષ માટે જાહેરાત કરવા subreddit ની સ્ટાઇલિંગનો ઉપયોગ કરવાની ઑફર કરવી
- મોડરેટર માટેના આમંત્રણો મોકલવા અથવા subreddit ની માલિકી સ્થાનાંતરિત કરવી
વળતરના કેટલાક ઉદાહરણોમાં નીચેનાનો સમાવેશ થાય છે, પરંતુ તે પૂરતા મર્યાદિત નથી:
- નાણાકીય ઉત્પાદનો અને/અથવા સેવાઓ (દા.ત., રોકડ ચૂકવણીઓ, NFTs, સ્ટૉક્સ, ગિફ્ટ કાર્ડ્સ)
- ખરીદી શકાય તેવા Reddit ઉત્પાદનો અને/અથવા સેવાઓ (દા.ત., Premium, ગોલ્ડ, કલેકટિબલ અવતારો)
- ભૌતિક ઉત્પાદનો અને/અથવા સેવાઓ (દા.ત., મર્ચેન્ડાઇઝ, પ્રાયોજિત પ્રવાસો, વિનંતી કરેલી વસ્તુઓ)
- અવેજી અને/અથવા તરફેણ (દા.ત., કોઈ કંપની તરફથી વિશેષ ઉલ્લેખ, પ્રોત્સાહનના બદલામાં વ્યવહાર કરવાના વચનો)
- વ્યક્તિગત સેવાઓ અથવા કન્ટેન્ટની ઍક્સેસ (દા.ત., સબ્સ્ક્રિપ્શન્સ, વિશિષ્ટ કન્ટેન્ટ)
તૃતીય પક્ષો સાથેની ઇવેન્ટ્સ અને જોડાણો, કોઈ બ્રાન્ડ અથવા કંપની દ્વારા તમારા subreddit માં કરવામાં આવતી પ્રવૃત્તિ અથવા કોઈ કંપનીના કર્મચારીઓ દ્વારા subreddit શરૂ કરવું અને/અથવા તેને જાળવી રાખવું માન્ય છે, જો કોઈ વળતર પ્રાપ્ત કરવામાં ન આવે.
મોડરેટર માટેની આચાર સંહિતા: અમલીકરણ
અમે પ્રતિબંધાત્મક પગલાંનો આશરો લીધા વિના સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે તમારી સાથે મળીને કામ કરવાનો પ્રયાસ કરીશું. મોટાભાગના કિસ્સાઓમાં, અમે ઉપચારાત્મક પગલાં લેવાને બદલે ચર્ચા દ્વારા સમસ્યાનું નિરાકરણ અને પરસ્પર સમજણ કેળવી શકીએ છીએ.
જો કોઈ એડમિન તમારો સંપર્ક કરીને તમને જણાવે કે તમે મોડરેટર માટેની આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે, તો તમારો સહકાર અને ત્વરિત પ્રતિસાદ સમસ્યાનું નિરાકરણ લાવવામાં મદદ કરી શકે છે. ઉદાહરણ તરીકે, કોમ્યુનિટીના નિયમોને અપડેટ કરીને, સક્રિય મોડરેશન કરીને અને વધુ મોડરેટર્સ ઉમેરીને ઘણી સમસ્યાઓનું સરળતાથી નિરાકરણ લાવી શકાય છે. તમે પ્રશ્નો પૂછી શકો છો અને સ્પષ્ટતા મેળવી શકો છો.
જો અમને લાગે કે શૈક્ષણિક સંપર્ક દ્વારા સમસ્યાઓનું નિરાકરણ લાવી શકાય તેમ નથી અથવા મોડરેટર્સ સહયોગ કરવાનો કે આચાર સંહિતાનું પાલન કરવાનો ઇનકાર કરે છે, તો અમે નીચેના અમલીકરણ પગલાં લેવાનું વિચારી શકીએ છીએ:
- ચેતવણીઓ જારી કરવી
- નિયમોનું ઉલ્લંઘન કરતા કન્ટેન્ટ અથવા subreddit ની સ્ટાઇલિંગ દૂર કરવી
- કોમ્યુનિટીમાંથી મોડરેટર્સને દૂર કરવા
- Subreddit ના સેટિંગ્સ અથવા ટૂલ્સની ઍક્સેસમાં ફેરફાર કરવો, જેમ કે 18+ ટૅગ, સ્પામ ફિલ્ટર અથવા અન્ય કન્ટેન્ટ કન્ટ્રોલ્સ
- નવા મોડરેટરને શોધવા અથવા કોઈ કોમ્યુનિટીને અપનાવવાની મંજૂરી આપવી
- મોડરેટરને વધારાની મોડરેટર ટીમોમાં જોડાવા અથવા નવા subreddits બનાવવાથી પ્રતિબંધિત કરવું
- એકાઉન્ટ્સમાંથી વિશેષાધિકારો દૂર કરવા, અથવા તેમના પર પ્રતિબંધ મૂકવો
- ટૂંકા ગાળા માટે અથવા કાયમી એકાઉન્ટ સસ્પેન્શન્સ
- કોમ્યુનિટીઝ પર પ્રતિબંધ મૂકવો
મોડરેટર સંસાધનો
અમે સમજીએ છીએ કે કોમ્યુનિટીનું મોડરેશન કરવું પડકારજનક હોઈ શકે છે. નીચેના સંસાધનો તમને મજબૂત અને સ્થિર કોમ્યુનિટી ઊભી કરવામાં ઘણી મદદ કરી શકે છે:
- Reddit નું મોડરેટર મદદ કેન્દ્ર
- મોડરેટર્સ માટેની કોમ્યુનિટીઝ
- મોડરેટર્સ માટેના પ્રોગ્રામ્સ અને પહેલો
- r/ModSupport: Reddit એડમિન સાથે મોટે ભાગે મોડ ટૂલ્સ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મોડરેટર્સને સંપર્કનું માધ્યમ પૂરું પાડતી એક અધિકૃત કોમ્યુનિટી.
- કોમ્યુનિટી માટે Reddit
મોડરેટર માટેની આચાર સંહિતા સંબંધિત રિપોર્ટ નોંધાવવા માટે, આ ફૉર્મનો ઉપયોગ કરવા વિનંતી.