Shopify અને તેના સ્પર્ધકોની સરખામણી

લાખો વેપારીઓ Shopify પસંદ કરે છે

Shopifyના સ્પર્ધકોમાં વેબસાઇટ બિલ્ડર, માર્કેટપ્લેસ, POS સિસ્ટમ અને એન્ટરપ્રાઇઝ પ્લેટફોર્મ સામેલ છે. મુદ્દાવાર સરખામણી કરીને તમારી વેચાણની રીતને અનુરૂપ વિકલ્પ શોધો.
Moka Espresso મેકર અને ઑનલાઇન સ્ટોરનો કન્વર્ઝન રેટ દર્શાવતા ગ્રાફવાળો ઇમેજ કોલાજ.

15% સરેરાશ વધુ કન્વર્ઝન1

Shopify Checkoutમાં સ્પર્ધક ચેકઆઉટ કરતાં સરેરાશ 15% વધુ કન્વર્ઝન થાય છે.

50% સુધી Shop Pay સાથે વધુ કન્વર્ઝન1

ગેસ્ટ ચેકઆઉટની સરખામણીએ Shop Pay કન્વર્ઝન 50% સુધી વધારી શકે છે.

99.9% અપટાઇમ

વર્ષના સૌથી મોટા ફ્લેશ સેલ અને ઇવેન્ટ દરમિયાન પણ પ્લેટફોર્મનો અપટાઇમ 99.9% રહે છે.

18.6 કરોડ 2025માં પ્રથમ વખત ખરીદી કરનાર2

2025માં 18.6 કરોડ લોકોએ પ્રથમ વખત Shopify સ્ટોરમાંથી ખરીદી કરી.

Shopify શા માટે

વ્યવસાયો Shopify શા માટે પસંદ કરે છે

ઑનલાઇન સ્ટોર, રૂબરૂ વેચાણ, માર્કેટિંગ અને બૅક ઑફિસનું સંચાલન એક જ Shopify Adminમાંથી કરો.
Shopify POSનો ઉપયોગ કરી રહેલી સ્ત્રી, અને Shop Pay ચેકઆઉટ ફ્લોમાં સિરામિક પ્લાન્ટરની ઇમેજ દર્શાવતો એક ઇમેજ કોલાજ.

ચેકઆઉટ અને રૂબરૂ વેચાણ

વિશ્વનું શ્રેષ્ઠ કન્વર્ટિંગ ચેકઆઉટ મેળવો

Shopifyનું ચેકઆઉટ સરેરાશ 15% વધુ કન્વર્ઝન આપે છે અને દરેક સ્ટોરમાં પહેલેથી સામેલ હોય છે. એક્સપ્રેસ ચેકઆઉટ, ડિસ્કાઉન્ટ, ગિફ્ટ કાર્ડ, સ્થાનિક ડિલિવરી અને ઇન-સ્ટોર પિકઅપ ઉમેરો.

Shopify POS દ્વારા $100 અબજથી વધુનું રૂબરૂ વેચાણ4

Shopify POSથી રૂબરૂ ચુકવણી સ્વીકારો અને ઑનલાઇન તથા સ્ટોરમાં થતા વેચાણને એક જ જગ્યાએ ટ્રેક કરો.
Shopify

₹20માં વેચાણ શરૂ કરો

ક્રેડિટ તરીકે ₹2,30,000 સુધી પરત મેળવો

તમે Shopify તરફથી માર્કેટિંગ ઇમેઇલ મેળવવાની સંમતિ આપો છો.

માર્કેટિંગ અને સેલ્સ ચેનલ

Shopify Audiences સાથે ગ્રાહક સંપાદન ખર્ચમાં 50% ઘટાડો5

એક જ જગ્યાએ ઉપલબ્ધ ઑનલાઇન માર્કેટિંગ ટૂલ્સ, ઇમેઇલ સપોર્ટ અને ઍનાલિટિક્સ વડે તમારી બ્રાંડ માટે યોગ્ય ખરીદનારાઓ સુધી પહોંચો. ગ્રાહકોને લોયલ્ટી પ્રોગ્રામ્સ દ્વારા ખરીદી કરવાના વધુ કારણો આપો, અને સોશિયલ સેલિંગ ટૂલ્સની મદદથી ફોલોઅર્સને ખરીદનારાઓમાં ફેરવો.

2024માં 87.5 કરોડથી વધુ ખરીદનારોએ Shopify મર્ચન્ટ પાસેથી ખરીદી કરી6

Shopify Adminમાંથી TikTok, Instagram, Etsy, Amazon અને અન્ય ચેનલ પર વેચાણ કરો.
સોશિયલ વીડિયો દર્શાવતો ફોન, પ્રેક્ષકોની વૃદ્ધિ દર્શાવતો ચાર્ટ અને TikTok, Facebook, Pinterest, Google, Walmart, YouTube, Amazon તથા Etsyના સોશિયલ નેટવર્ક લોગો દર્શાવતો ઇમેજ કોલાજ.
ઋતુ અનુસાર રંગોના ટ્રેન્ડ પર બ્લૉગ પોસ્ટને પ્રમોટ કરતી ટ્રેન્ડી આઉટફિટમાં બે સ્ત્રીઓ, સાથે પર્પલ લેધર પર્સની ઇમેજ અને બહેતર રેટ દર્શાવતો કન્વર્ઝન ગ્રાફ દર્શાવતો એક કોલાજ. Google સર્ચ બાર “purple leather purse” દર્શાવે છે.

તમારા પ્રદર્શનને બહેતર બનાવો

તમારા SEOને સુવ્યવસ્થિત કરો

SEO ટૂલ્સ અને સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન વડે તમારા સ્ટોરને સરળતાથી શોધી શકાય તેવો બનાવો, અને તમારી બ્રાંડને સ્પર્ધાત્મક લાભ આપવા માટે તમારી સાઇટ સ્પીડને વધારો. માત્ર એક સેકન્ડનો સુધારો પણ મોબાઇલ કન્વર્ઝનમાં 27% સુધીનો વધારો કરી શકે છે.

જુઓ કે તમારી સ્પીડ અન્યની તુલનામાં કેવી છે

વધુ સારી સાઇટ સ્પીડ દરેક બાબત પર અસર કરે છે — આવકથી લઈને કામગીરી સુધી. તમારી હાલની સાઇટના પ્રદર્શનને માપીને જુઓ કે તે તમારા વેચાણને કેવી રીતે અસર કરી શકે છે અને અન્યની સરખામણીમાં તે ક્યાં ઊભી છે.

સ્ટોરની ડિઝાઇન અને બૅક ઑફિસ

21,000થી વધુ ઍપ સાથે સ્ટોરનું કસ્ટમાઇઝેશન7

થીમથી શરૂઆત કરો અથવા કસ્ટમ સ્ટોરફ્રન્ટ બનાવો. પછી Shopify App Storeમાંથી સુવિધાઓ ઉમેરો.

તમારી બૅક ઑફિસને સરળ બનાવો

સંપૂર્ણપણે ઇન્ટિગ્રેટેડ એવી એક બૅક ઑફિસ તમારા ઑનલાઇન અને ઇન-સ્ટોર ડેટાને કનેક્ટેડ રાખે છે, જેથી દરેક ઑર્ડર અને કામગીરી સિંકમાં રહે.
હોમ ગુડ્સ બ્રાંડ માટેની વેબસાઇટ, અને Shopify થીમ એડિટરનો ઓવરલે દર્શાવતો એક કોલાજ.

ડિજિટલ કૉમર્સ પ્લેટફોર્મ માટેના 2026 Gartner® Magic Quadrant™માં અગ્રણી8

Shopifyને સતત ચોથા વર્ષે અગ્રણી તરીકે સ્થાન મળ્યું અને “અમલીકરણની ક્ષમતા”માં સર્વોચ્ચ સ્થાન મળ્યું.
એન્ટરપ્રાઇઝ માટેના સમાધાનો વિશે જાણો

Shopify પર આવેલી બ્રાંડ

  • Mejuri
  • Gymshark
  • Brooklinen
  • Leesa
  • Patagonia
  • Crate & Barrel
  • UNTUCKit
  • Death Wish Coffee
  • Rebecca Minkoff

ભાવ

તમામ કદના વ્યવસાયો માટેના સમાધાનો

Shopify ફક્ત $5/મહિનાથી શરૂ થતા પ્લાન દ્વારા તમારા વ્યવસાયને વધુ વેચાણ કરવામાં અને ઝડપથી વિકસાવવામાં મદદ કરી શકે છે. તમારી મફત ટ્રાયલ શરૂ કરો અને પસંદગીના પ્લાન પર ₹20/મહિનાનો લાભ લો.

ઑનલાઇન-ફર્સ્ટ પ્લાન

વિશ્વના શ્રેષ્ઠ ચેકઆઉટથી સજ્જ, દરેક જગ્યાએ વેચાણ કરવા માટેનું સમાધાન શોધો.

એન્ટરપ્રાઇઝ માટેના સમાધાનો

Shopifyનો સંચાલન ખર્ચ સ્પર્ધકો કરતાં સરેરાશ 19% ઓછો છે.10

પ્લેટફોર્મના પ્રકાર મુજબ Shopify અને મુખ્ય સ્પર્ધકોની સરખામણી

Shopifyના સ્પર્ધકોને છ જૂથમાં વહેંચ્યા છે. દરેક જૂથ વેચાણની અલગ રીત માટે યોગ્ય છે. તમારા વ્યવસાયને અનુરૂપ જૂથથી શરૂઆત કરો અને પછી મુદ્દાવાર સરખામણી ખોલો.
પ્લેટફોર્મના પ્રકાર મુજબ જૂથમાં વહેંચેલા મુખ્ય સ્પર્ધકો સાથે Shopifyની સરખામણી
પ્લેટફોર્મનો પ્રકારસરખામણીમાં સામેલ સ્પર્ધકોShopify કેવી રીતે અલગ પડે છે
વેબસાઇટ બિલ્ડરસરખામણીમાં સામેલ સ્પર્ધકોWix, Squarespace, GoDaddy, WebflowShopify કેવી રીતે અલગ પડે છે2026ના સર્વેમાં સામેલ 78% વેપારીઓએ પોતાનો Shopify સ્ટોર જાતે બનાવ્યો હતો.2 તમે સાઇટ ફરી બનાવ્યા વિના થીમ બદલી શકો છો.
WordPress, પ્લગઇન અને વેબ હોસ્ટસરખામણીમાં સામેલ સ્પર્ધકોWordPress, WooCommerce, Elementor, PrestaShop, Bluehost, HostGatorShopify કેવી રીતે અલગ પડે છેShopifyના પ્લાનમાં હોસ્ટિંગ, મફત SSL સર્ટિફિકેટ, લેવલ 1 PCI DSSનું અનુપાલન, ચેકઆઉટ અને 24/7 સહાય સામેલ છે.9 WooCommerceના પ્લેટફોર્મનો ખર્ચ Shopify કરતાં સરેરાશ 32% વધુ છે.10
માર્કેટપ્લેસસરખામણીમાં સામેલ સ્પર્ધકોAmazon, eBay, Etsy, PoshmarkShopify કેવી રીતે અલગ પડે છેતમને પોતાનો સ્ટોર, ડોમેન અને ગ્રાહકોની યાદી મળે છે. કોઈ લિસ્ટિંગ ફી નથી અને Shopify Payments વાપરો ત્યારે વધારાની ટ્રાન્ઝેક્શન ફી પણ નથી.9
પૉઇન્ટ ઑફ સેલ સિસ્ટમસરખામણીમાં સામેલ સ્પર્ધકોSquare, Clover, Lightspeed, QuickBooksShopify કેવી રીતે અલગ પડે છેલૉન્ચ થયા પછી Shopify POS દ્વારા $100 અબજથી વધુનું રૂબરૂ વેચાણ થયું છે.4 ઑનલાઇન અને સ્ટોરમાં થતા વેચાણનું સંચાલન એક જ બૅક ઑફિસમાંથી થાય છે.
મધ્યમ કદના વ્યવસાયો માટેનાં પ્લેટફોર્મસરખામણીમાં સામેલ સ્પર્ધકોBigCommerce, ShopwareShopify કેવી રીતે અલગ પડે છેShopifyના પ્લેટફોર્મનો ખર્ચ સ્પર્ધકો કરતાં સરેરાશ 23% ઓછો છે, જ્યારે BigCommerceની પ્લેટફોર્મ ફી અને ઈકૉમર્સ સ્ટૅકનો ખર્ચ સરેરાશ 32% વધુ છે.10
એન્ટરપ્રાઇઝ પ્લેટફોર્મસરખામણીમાં સામેલ સ્પર્ધકોAdobe Commerce (Magento), Salesforce Commerce Cloud, commercetools, કસ્ટમ પ્લેટફોર્મShopify કેવી રીતે અલગ પડે છેડિજિટલ કૉમર્સ પ્લેટફોર્મ માટેના 2026 Gartner® Magic Quadrant™માં Shopifyને સતત ચોથા વર્ષે અગ્રણી તરીકે સ્થાન મળ્યું અને “અમલીકરણની ક્ષમતા”માં સર્વોચ્ચ સ્થાન મળ્યું.8

Shopifyના સ્પર્ધકો વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

1 Shopify Checkout અને Shop Payના કન્વર્ઝન અંગેના દાવા (shopify.com/enterprise/blog/shopify-checkout). વિશ્વની ત્રણ સૌથી મોટી મેનેજમેન્ટ કન્સલ્ટિંગ કંપનીઓમાંથી એક સાથે ભાગીદારીમાં કરાયેલા અભ્યાસ મુજબ, Shopify Checkoutમાં સ્પર્ધકો કરતાં સરેરાશ 15% વધુ અને મહત્તમ 36% વધુ કન્વર્ઝન થાય છે. ગેસ્ટ ચેકઆઉટની સરખામણીએ Shop Pay કન્વર્ઝન 50% સુધી વધારી શકે છે.

2 Shopify, ઉદ્યોગસાહસિકતાની અસર (2026) (shopify.com/entrepreneur): 2025 માટેનો Shopify પ્લેટફોર્મનો ડેટા (પ્રથમ વખત ખરીદી કરનાર) અને Shopifyએ 2026માં 6,535 વેપારીઓ સાથે કરેલો વેપારી અભિપ્રાય સર્વે (પોતાનો સ્ટોર જાતે બનાવનાર વેપારીઓ).

3 મૂલ્ય મેળવવામાં લાગતા સમય અંગેનો Shopifyનો અહેવાલ (shopify.com/compare/time-to-value). અગ્રણી કન્સલ્ટિંગ ફર્મ સાથે ભાગીદારીમાં કરાયેલો અભ્યાસ.

4 Shopify રોકાણકાર સંબંધો, 2024ના બીજા ત્રિમાસિક ગાળાનાં નાણાકીય પરિણામો સંબંધિત સામગ્રી, 7 ઑગસ્ટ 2024. Shopify POSના લૉન્ચથી અત્યાર સુધીનું કુલ ઑફલાઇન ગ્રોસ મર્ચેન્ડાઇઝ વોલ્યુમ (GMV).

5 Shopify Audiences (shopify.com/audiences).

6 Shopify રોકાણકાર સંબંધો, 2024ના ચોથા ત્રિમાસિક ગાળા અને આખા વર્ષનાં નાણાકીય પરિણામોની જાહેરાત, 11 ફેબ્રુઆરી 2025. 2024માં Shopify મર્ચન્ટ પાસેથી ખરીદી કરનાર ઑનલાઇન ખરીદનારોની સંખ્યા, જેમાં દરેકને એક જ વાર ગણવામાં આવ્યા છે.

7 31 ડિસેમ્બર 2025ના રોજ Shopify App Storeમાં ઍપની સંખ્યા.

8 Gartner, ડિજિટલ કૉમર્સ પ્લેટફોર્મ માટેનો મેજિક ક્વાડ્રન્ટ, આદિત્ય વાસુદેવન, પેની ગિલેસ્પી, સૅન્ડી શેન, જેસન ડેગલર, માઇક લાઉન્ડ્સ, 19 ઑક્ટોબર 2026 (shopify.com/resources/gartner-magic-quadrant). GARTNER એ યુ.એસ. અને આંતરરાષ્ટ્રીય સ્તરે Gartner, Inc. અને/અથવા તેની સંલગ્ન કંપનીઓનો નોંધાયેલો ટ્રેડમાર્ક અને સર્વિસ માર્ક છે. MAGIC QUADRANT એ Gartner, Inc. અને/અથવા તેની સંલગ્ન કંપનીઓનો નોંધાયેલો ટ્રેડમાર્ક છે. અહીં તેમનો ઉપયોગ પરવાનગીથી કરવામાં આવ્યો છે. સર્વ હક સ્વાધીન. Gartner તેનાં સંશોધન પ્રકાશનોમાં દર્શાવેલા કોઈ પણ વિક્રેતા, પ્રોડક્ટ કે સેવાને સમર્થન આપતું નથી. તે ટેક્નોલોજીના વપરાશકર્તાઓને માત્ર સર્વોચ્ચ રેટિંગ કે અન્ય વિશેષ સ્થાન ધરાવતા વિક્રેતાઓને જ પસંદ કરવાની સલાહ પણ આપતું નથી. Gartnerનાં સંશોધન પ્રકાશનોમાં તેની સંશોધન સંસ્થાના અભિપ્રાયો સામેલ હોય છે અને તેમને તથ્યોનાં નિવેદનો તરીકે ગણવા જોઈએ નહીં. Gartner આ સંશોધન સંબંધિત તમામ સ્પષ્ટ કે ગર્ભિત વૉરંટીનો અસ્વીકાર કરે છે, જેમાં વેચાણયોગ્યતા કે કોઈ ચોક્કસ હેતુ માટેની યોગ્યતા અંગેની કોઈ પણ વૉરંટીનો સમાવેશ થાય છે.

9 Shopifyના ભાવનું પેજ (shopify.com/pricing), 13 નવેમ્બર 2026ના રોજ જોવામાં આવ્યું. કાર્ડ ચુકવણીના દર અને તૃતીય-પક્ષ ટ્રાન્ઝેક્શન ફી તમારા પ્લાન પર આધાર રાખે છે. Shopify Payments અમુક દેશોમાં ઉપલબ્ધ છે.

10 અગ્રણી સ્વતંત્ર કન્સલ્ટિંગ ફર્મ પાસે કરાવેલો માલિકીના કુલ ખર્ચ અંગેનો અભ્યાસ (shopify.com/compare/tco).

શરૂઆત કરવા માટે જોઈતી મદદ મેળવો

સમુદાયને પૂછો

9,00,000+ Shopify વેપારીઓ અને પાર્ટનર્સ પાસેથી જવાબો મેળવો.

24/7 સપોર્ટ મેળવો

સ્ટોર શરૂ કરવાથી લઈને તેને આગળ વધારવા સુધી, ગમે ત્યારે મદદ મેળવો.

કોઈ Shopify પાર્ટનરને કામે રાખો

સ્ટોરની ડિઝાઇન, ડેવલપમેન્ટ અને માઇગ્રેશન માટે Shopify પાર્ટનરને કામે રાખો.

AIથી નિર્માણ

AIની મદદથી ઝડપથી કસ્ટમ સ્ટોરફ્રન્ટ બનાવો અથવા ટેમ્પ્લેટથી શરૂઆત કરો.

વેચાણ માટે જરૂરી બધું જ, માત્ર એક જગ્યાએ

તમારા વ્યવસાયને શરૂ કરવા, ચલાવવા અને વધારવા માટે જરૂરી તમામ ટૂલ્સ મેળવો. એન્ટરપ્રાઇઝ વેપારીઓ માટે, અમારી સેલ્સ ટીમનો સંપર્ક કરો.